ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : રફ્તારના કહેરનો ભોગ બની સ્વતંત્રસેનાનીની તક્તી, 'ઝડપખોરો' બેલગામ

Vadodara : પોણા બાર વાગ્યે ભારદારી વાહને બેફામ-જોરથી તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આખી તક્તી નામશેષ કરી નાંખી છે - કલ્પેશ નાયક
12:51 PM Aug 25, 2025 IST | PARTH PANDYA
Vadodara : પોણા બાર વાગ્યે ભારદારી વાહને બેફામ-જોરથી તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આખી તક્તી નામશેષ કરી નાંખી છે - કલ્પેશ નાયક

Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન ભારતી સ્કુલ, ચાર રસ્તા પાસે મુકવામાં આવેલી મહાનુભવની તક્તી રફ્તારના કહેરનો (Overspeed Vehicle Accident - Vadodara) ભોગ બની છે. આજે સવારે આ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે કારેલીબાગમાં ઝડપખોરો બેફામ બન્યા હોવાનું વધુ એક વખત સપાટી પર આવ્યું છે. આ ઘટના નજીક કોઇ જગ્યાએ અકસ્માતના નિશાન (Freedom Fighter Plaque Damaged - Vadodara) જોવા મળતા નથી. જે સારી વાત છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

ઉપરના ભાગનો તો ભુક્કો બોલી ગયો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન ભારતી સ્કુલ, ચાર રસ્તા પાસે સ્વતંત્ર સેનાનીની તક્તી મારવામાં આવી હતી. સ્વતંત્ર સેનાની છગનલાલ ગોપાળજી નાયકની આ તક્તી હતી. ગતરાત્રે પોણા બાર વાગ્યાના આરસામાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. અજાણ્યા વાહન દ્વારા પુરઝડપે આવીને, ભટકાઇને સ્વતંત્ર સેનાનીની તક્તી (Freedom Fighter Plaque Damaged - Vadodara) જોડે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, તક્તી તુટી પડી હતી. અને તેના ઉપરના ભાગનો તો ભુક્કો બોલી ગયો હતો. કલ્પેશ નાયક નામના જાગૃત નાગરિક દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

વોર્ડ ઓફીસ અને ચેરમેનને જાણ કરી

કલ્પેશ નાયકના ગણેશ મંડળની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ જઇ રહ્યા હતા. કલ્પેશ નાયરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પિતાજીના નામની આ તક્તી (Freedom Fighter Plaque Damaged - Vadodara) છે, પાલિકા દ્વારા તેમના સન્માનના ભાગરૂપે આ તક્તી મુકવામાં આવી છે. ગઇ કાલે રાત્રે હું પસાર થતો હતો, ત્યારે આ તક્લી બરાબર હાલતમાં હતી. રાત્રે પોણા બાર વાગ્યે ભારદારી વાહને બેફામ બનીને જોરથી તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આખી તક્તી નામશેષ કરી નાંખી છે. અમે કારેલીબાગ પોલીસ મથકમાં તુરંત જાણ કરી હતી. પોલીસે તપાસ કરશે, અમે વોર્ડ ઓફીસ અને ચેરમેનને જાણ કરી છે. તેમણે તક્તી અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો ------ Ahmedabad Seventh Day School એ વાલીઓના આક્રોશથી બચવા માટે શરૂ કર્યું શૈક્ષણિક કાર્ય

Tags :
freedomfighterGujaratFirstGujaratFirtsNewsoverspeedPlaqueDamagedVadodara
Next Article