VADODARA : બે મહિના પહેલા તૈયાર કરાયેલા રોડ પર ભૂવો પડતા આશ્ચર્ય
- વડોદરામાં રોડ પર ભૂવો પડવાનો સિલસિલો જારી
- કારેલીબાગ વિસ્તારમાં દિપીકા ગાર્ડન નજીક મોટો ભૂવો પડ્યો
- હવે ભૂવા પડવાની કોઇ સિઝન જેવું રહ્યું નથી
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં બે મહિના પહેલા તૈયાર કરવામાં આવેલા રોડ પર મસમોટ ભૂવો પડતા આશ્ચર્ય સર્જાયું છે. ચોમાસા પહેલા જ એક પછી એક વિસ્તારોમાં રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ જોતા આખું ચોમાસું કેવું જશે તેનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. બીજી તરફ ભૂવો પડતા પાલિકા તંત્ર દ્વારા તેની ફરતે આડાશ કરીને તેનું સમારકામ કરવાનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે.
વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવો પડવાનો સિલસિલો શરૂ
ભ્રષ્ટાચારના ભૂવાએ ખોલી દીધી તંત્રની પોલ
કારેલીબાગમાં 2 મહિના પહેલા જ બનાવ્યો હતો રોડ
બે મહિના પહેલા બનાવેલા રોડ પર પડ્યો ભૂવો@VMCVadodara #Gujarat #Vadodara #Road #Monsoon #Municipality pic.twitter.com/ksLcMFadKJ— Gujarat First (@GujaratFirst) May 31, 2025
સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ નથી
એક સમયે માત્ર ચોમાસામાં જ રોડ રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હતી. જો કે, સમય જતા હવે ભૂવા પડવાને લઇને કોઇ રૂતુ જેવું રહ્યું નથી. હવે ગમે ત્યારે રોડ રસ્તા પર ભૂવા પડે છે. વડોદરામાં હજી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ નથી, તે પહેલા જ અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દિપીકા ગાર્ડન પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડને બે મહિના પૂર્વે જ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભારે આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભૂવા ફરતે આડાશ મુકીને તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું
સ્થાનિકોમાં ભય છે કે, ચોમાસાની એન્ટ્રી પહેલા જે રીતે એક પછી એક વિસ્તારોમાં ભૂવાની એન્ટ્રી પડી રહી છે. તે જોતા આખું ચોમાસું કેવું જશે..!. બીજી તરફ આ ભૂવો પાલિકા તંત્રના ધ્યાને આવતા તેમના દ્વારા ભૂવા ફરતે આડાશ મુકીને તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં થયેલી ગોબાચારી ખુલ્લી પડી ગઇ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : રૂ. 27 કરોડની વસુલાત માટે વડોદરા ગેસ લિ. આકરી બનશે