Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે 'મીંડું', સ્વિમર્સમાં રોષ

VADODARA : અત્યાર સુધી કારેલીબાગનું સ્વિમીંગ પુલ સૌથી સારૂ મનાતું હતું. પરંતુ તંત્રની લાપરવાહીએ તેને પણ વખાણવા લાયક રાખ્યું નથી
vadodara   કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે  મીંડું   સ્વિમર્સમાં રોષ
Advertisement
  • આજે સવારે કારેલીબાગ સ્વિમીંગપુલ પહોંચેલા તરવૈયાઓ નિરાશ થયા
  • મેઇન્ટેનન્સના અભાવે આ સ્થિતી સર્જાઇ હોવાનું અનુમાન
  • કારેલીબાગમાં એકમાત્ર બેબી સ્વિમીંગ પુલ આવેલું છે
  • તંત્રની લાપરવાહીએ સુવિધા દાટ વળવા તરફ જઇ રહી છે

VADODARA : વડોદરાના કારેલીબાગ (KARELIBAGH - VADODARA) વિસ્તારમાં સ્વિમીંગપુલ (SWIMMING POOL) આવેલું છે. જેમાં મેઇન્ટેનન્સના નામે મીંડુ (ZERO MAINTENANCE) હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગુરૂવારે બંધ રાખ્યા બાદ આજે સવારે સ્વિમર્સ પહોંચ્યા તો પાણી ડહોળું અને વાસ મારતું હોવાનું જણાયું હતું. જેને પગલે સ્વિમર્સમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સિનિયર સ્વિમરનું કહેવું છે કે, આવું પહેલી વખત નથી બન્યું. અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને ઇમેલ તથા અહિંયાના રજીસ્ટરમાં ફરિયાદ નોંધાવી છે. છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. કંઇ પુછીએ તો સ્ટાફ મોઢા પર કહી દે છે, મેનેજર આવે ત્યારે ફરિયાદ આપવા આવજો. અને મેનેજર ક્યારે હાજર હોતા નથી.

ફરિયાદ કરી તો ઉદ્ધતાઇ પૂર્વક જવાબ મળ્યો

વડોદરામાં સ્વિમીંગ પુલ દયનીય હાલતમાં છે. સરદાર બાગ સ્વિમીંગ પુલ મોટા ભાગે મેઇન્ટેનન્સના નામે બંધ રહે છે. લાલ બાગ સ્વિમીંગ પુલમાં સમયાતરે કોઇને કોઇ સમસ્યા સર્જાય છે. અત્યાર સુધી કારેલીબાગમાં આવેલું પાલિકાનું સ્વિમીંગ પુલ સૌથી સારૂ મનાતું હતું. પરંતુ હવે તંત્રની લાપરવાહીએ તેને પણ વખાણવા લાયક રાખ્યું નથી. ગુરૂવારે કારેલીબાગ સ્વિમીંગ પુલને મેઇન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ આજે શુક્રવારે જ્યારે સ્વિમર્સ પુલ પાસે પહોંચ્યા તો જોયું કે, પાણી લીલાશ પડતું, અને દુર્ગંઘ મારતું છે. આ અંગે હાજર શખ્સને જાણ કરી તો તેણે કોઇ જવાબ આપ્યો ન્હતો. ઉપરથી ઉદ્ધતાઇ પુર્વક જણાવ્યું કે, મેનેજર આવે ત્યારે ફરિયાદ આપવા હાજર રહેજો.

Advertisement

ખંજવાળ અને ચામડીના રોગ થવાનો ડર

રોષે ભરાયેલા સ્વિમર્સ સર્વેનું કહેવું છે કે, આ સમસ્યા આજની નથી. અગાઉ પણ આવું થયું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને ઇમેલ મારફતે તથા સ્વિમીંગ પુલ ખાતેના રજીસ્ટર્ડમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરથી અમારે અહિંયાના સ્ટાફની ઉદ્ધતાઇનો ભોગ બનવું પડી રહ્યું છે. આ પાણી શરીરને અડે તો ખંજવાળ અને ચામડીના રોગ થવાનો ડર છે, જેથી આજે કોઇ સ્વિમીંગ કરવા ગયું નથી. અત્રે નોંધનીય છે કે, કારેલીબાગ સ્વિમીંગ પુલ એકમાત્ર નાના બાળકો માટે બેબી પુલની સુવિધા આપે છે. પરંતુ આ સ્થિતી જોતા બાળકો અને મોટા તેનાથી દુર રહે તે જ સારૂ હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગાજરાવાડીમાં STP નું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી છોડાતા નર્કાગાર

Tags :
Advertisement

.

×