Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખાસવાડી સ્મશાનમાં ચિતા માટે નાણાં માંગવામાં આવ્યાનો આરોપ

VADODARA : સ્મશાનમાં ગેરવ્યાજબી રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. જો પગલાં લેવામાં નહીં આવે તો આ નવી પ્રથા શરૂ થઇ શકે છે - અગ્રણી
vadodara   ખાસવાડી સ્મશાનમાં ચિતા માટે નાણાં માંગવામાં આવ્યાનો આરોપ
Advertisement
  • ખાસવાડી સ્મશાનમાં પૈસા માંગવામાં આવતા હોવાની ઘટના
  • સોશિયલ મીડિયા મારફતે વીડિયો સામે આવ્યો
  • નવી પ્રથા બને તે પહેલા જ ડામવા માટે સામાજીક અગ્રણીએ અવાજ ઉઠાવ્યો

VADODARA : વડોદરાના જુના અને મોટા ખાસવાડી સ્મશાનનું (KHASWADI SMASHAN) હાલ નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામ લાંબુ ચાલતું હોવાથી અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે ખાસવાડી સ્મશાનમાં ચિતા માટે રૂપિયા માંગવામાં આવતા હોવાનો આરોપ સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) મારફતે સપાટી પર આવ્યો છે. જેમાં સમાજના અગ્રણીએ આરોપ મુક્યો છે કે, સ્મશાનમાં ચિતા માટે રૂ. 1,200 ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી હોવા છતાં છાણા મુકીને તેનો રોકી દેવામાં આવે છે.

બીજા પર મૃતદેહ મુકવાનું કહેવામાં આવતું

ખાસવાડી સ્મશાનનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ ચાલી રહ્યું છે. આ કાર્ય લાંબુ ચાલનાર હોવાથી અહિંયા અંતિમ ક્રિયા માટે આવતા મૃતકોના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે મૃતદેહોની કતારો લાગતી હોવાનું પણ સામે આવ્યું હતું. તે બાદ સ્મશાનના સંચાલનમાં નવો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા મારફતે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખાલી ચિતા હોવા છતાં બીજા પર મૃતદેહ મુકવાનું કહેવામાં આવતું હોવાનું જણાઇ રહ્યું છે.

Advertisement

જે રૂપિયા આપે તેને જ ચિતા આપવામાં આવે છે

આ અંગે સમાજના અગ્રણીએ આરોપ મુકતા કહ્યું કે, સ્મશાનમાં ગેરવ્યાજબી રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. આ લોકો સામે પાલિકા દ્વારા પગલાં લેવા જોઇએ. સ્મશાનમાં રૂ. 1,200 માંગવામાં આવી રહ્યા છે. જો પગલાં લેવામાં નહીં આવે તો આ નવી પ્રથા શરૂ થઇ શકે છે. સ્મશાનમાં ચિતા ખાલી હોય ત્યાં છાણા પાથરી દેવામાં આવે છે. અને જે રૂપિયા આપે તેને જ ચિતા આપવામાં આવે છે. આ ખોટું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હરણીમાં મોટા ભાગની સોસાયટીમાં લાઇટો ગુલ, વગર વરસાદે પુરવઠો ખોટકાયો

Tags :
Advertisement

.

×