Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara: કીયા ગામના પાટિયા પાસે અકસ્માતમાં 16 વર્ષીય સગીરનું મોત, 4 ગંભીર

Vadodara: ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે-48 પર કીયા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુસાફરો ભરેલી રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા રિક્ષા નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 16 વર્ષીય સગીર તજમુલનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષા ચાલક સહિત 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે.
vadodara  કીયા ગામના પાટિયા પાસે અકસ્માતમાં 16 વર્ષીય સગીરનું મોત  4 ગંભીર
Advertisement
  • Vadodara  માં કીયા ગામ પાસે અકસ્માતમાં એકનું મોત
  • રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી
  • બેકાબૂ રિક્ષા નાળાની દિવાલ સાથે અથડતાં સગીરનું મોત
  • અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે કરજણ ખસેડાયા

Vadodara Accident Incident: નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. કીયા ગામ (Kiya Village) નજીકથી પસાર થતાં ભરૂચ-વડોદરા હાઇવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે, જેમાં એક 16 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષા ચાલક સહિત અન્ય ચાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

અજાણ્યા વાહને મારી ટક્કર

vadodara

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર આજે વડોદરાના કરજણ (Karjan) તાલુકામાં આવેલા કિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક રિક્ષા હાઇવે પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રિક્ષા સીધી હાઇવેની બાજુમાં આવેલા નાળામાં ધડાકાભેર ભટકાઈ હતી.

Advertisement

16 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે કરુણ મોત

આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 16 વર્ષીય સગીર તજમુલને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સગીરના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માતમાં રિક્ષા ચાલક અને અન્ય ત્રણ મુસાફરોને શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Vadodara: પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ આખરે સરકારે સંભાળ્યો

Tags :
Advertisement

.

×