Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શુગર ઘટતા સારવાર અર્થે આવેલા દર્દીના પરિજન દ્વારા આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ધૂલાઇ

VADODARA : દર્દીના સગા જીતુભાઇ રોહિત દવાખાને આવ્યા અને કહ્યું કે, તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે. જે બાદ અંદરોઅંદર ઝઘડવા માંડ્યા હતા
vadodara   શુગર ઘટતા સારવાર અર્થે આવેલા દર્દીના પરિજન દ્વારા આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ધૂલાઇ
Advertisement
  • આધુનિક જમાનામાં પણ ભૂતનો ભય હોવાની સાબિતી આપતી ઘટના
  • ડેસરમાં સારવાર હેઠળ સ્વજનને ભૂત પેંસી ગયું હોવાનું જણાવી ઝઘડો કર્યો
  • ઘટનામાં ડોક્ટર સહિતના તબિબિ સ્ટાફ જોડે ધોલધપાટ કરાઇ

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર (VADODARA RURAL DESAR) માં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શુગર ઘટી (LOW SUGAR) જતા સારવાર અર્થે લવાયેલા દર્દીના પરિજને ભૂત વળગ્યું હોવાના વ્હેમસર તબિબ સહિતના આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ધમકાવીને માર માર્યો હતો. આ ઘટના બાદ સારવાર હેઠળ દર્દીનું મોત નિપજ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે હોસ્પિટલમાં તોફાન મચાવીને તબિબોની ફરજમાં રૂકાવટ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શુગર ઓછું હોવાથી 108 મારફતે લવાયા

ડેસર પોલીસ મથકમાં પ્રશાંતકુમાર પ્રેમાનંદપ્રસાદ વર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વિતેલા એક વર્ષથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે ફરજ બજાવે છે. 13, મે ના રોજ તેઓ ડો. સંતોષબેન મુકેશભાઇ કોળી, સ્ટાફ બ્રધર્સ પારસકુમાર અરવિંદભાઇ પંડ્યા અને સફાઇ કર્મી શિલ્પાબેન પરમાર અને મમતાબેન પરમાર ફરજ પર હાજર હતા. દરમિયાન સવારે 5 - 15 કલાકે દર્દી રમેશભાઇ રતિલાલભાઇ રોહિતને (રહે. શિહોરા, ડેસર) ને લાવવામાં આવ્યા હતા. તેમનું શુગર ઓછું હોવાથી 108 મારફતે તેમને લવાયા હતા.

Advertisement

તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે

ત્યાર બાદ દવાખાનામાં દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી, અને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. બાદમાં બ્લડ શુગર તપાસતા યોગ્ય જણાઇ આવ્યું હતું. બાદમાં સાંજ સુધીમાં તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. તેવામાં તેમના સગા જીતુભાઇ નારણભાઇ રોહિત દવાખાને આવ્યા હતા. અને કહ્યું કે, તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે. જે બાદ અંદરોઅંદર ઝઘડવા માંડ્યા હતા. તેવામાં દર્દી રમેશભાઇની તબિયત બગડતા તેમને સીપીઆર અને ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું હતું.

Advertisement

કરશો તો જાનથી મારી નાંખીશ

આ વચ્ચે જીતુભાઇ રોહિતે સ્ટાફ બ્રધર્સ પારસકુમાર પંડ્યા, ડો. સંતોષબેન કોળી ઉપર હુમલો કરીને ઉપરા-છાપરી લાફા માર્યા હતા. બાદમાં ધમકી આપી કે જો આ દર્દીની સારવાર કરવાની નહીં, જો કરશો તો જાનથી મારી નાંખીશ. બાદમાં તે ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ સારવાર હેઠળના દર્દી રમેશભાઇ રોહિતનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના વાલી-વારસાને કાર્યવાહી કરવાનું જણાવતા તેમણે ટાળ્યું હતું. અને રજીસ્ટર્ડમાં નોંધ કરીને મૃતકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે સરારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઉભી કરી, તેમના પર હુમલો કરવાના ગુનામાં જીતુભાઇ નારણભાઇ રોહિત (રહે. નવા શિહોરા, ડેસર) વિરૂદ્ધ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : શિનોર પાસે SMC ના દરોડા, રૂ. 10.86 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×