Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા

VADODARA : વરસાદ પહેલા આ કામ પૂર્ણ કરી દેવું જોઇએ, નહિં તો વધારે નુકશાન થશે. અમે રિપોર્ટ તૈયાર કરીને પાલિકાની સોંપીશું. - મહારાણી રાધિકા રાજે
vadodara   ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા
Advertisement

VADODARA : વડોદરાના ઐતિહાસીક માંડવી દરવાજા (HISTORIC MANDVI GATE) ની હાલત દયનીય છે. જેને લઇને મહારાણી રાધિકારાજે ગાયકવાડ (MAHARANI OF BARODA - RADHIKA RAJE GAEKWAD) દ્વારા પ્રથમ સોશિયલ મીડિયામાં વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેઓ એક્સપર્ટ સાથે માંડવી ગેટ ખાતે દોડી આવ્યા છે. અને તેમણે માંડવીની દુર્દશાને વિગતવાર જાણવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેમણે એક્સપર્ટ પાસે એક ડિટેઇલ્ડ રિપોર્ટ તૈયાર કરીને પાલિકાને સોંપવા જણાવ્યું હતું. સાથે જ માંડવીના રિસ્ટોરેશનને લઇને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

નાગરિકો અને તંત્ર બંનેએ એલર્ટ રહેવું જોઇએ

વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે મીડિયાને જણાવ્યું કે, અમે માંડવી ગેટ જોવા આ્યા છીએ. તેનું રિસ્ટોરેશન કેવી રીતે કરી શકાય તેની ચર્ચા થઇ છે. અમે એક્સપર્ટને પણ બોલાવ્યા છે. તેમને અભિપ્રાય તેઓ જણાવશે. બાદમાં તે માહિતી પાલિકા તંત્રને આપવામાં આવશે. આશા છે કે, માંડવી ગેટનું સારી રીતે રિસ્ટોરેશન થાય. અમે તંત્રને આગ્રહ કરી શકીએ છીએ, અમે સૂચન કરી શકીએ છીએ, આમાં હેરિટેજ ટ્રસ્ટ ખુબ એક્ટિવ છે. આ ધરોહરને સાચવવા માટે નાગરિકો અને તંત્ર બંનેએ એલર્ટ રહેવું જોઇએ. વરસાદ પહેલા આ કામ પૂર્ણ કરી દેવું જોઇએ, નહિં તો વધારે નુકશાન થશે. અમે રિપોર્ટ તૈયાર કરીને પાલિકાની સોંપીશું. બધા આવ્યા છીએ, અને તેને બચાવવા માટે તત્પર છે, તે મોટી વાત છે.

Advertisement

પિલર ના લગાડ્યા હોત તો પણ ક્રેક્સ પડી ગઇ હોત

અગ્રણી સમીર ખેરાએ મીડિયાને જણાવ્યું કે, હેરિટેજની જે પ્રમાણે જાળવણી થવી જોઇએ. તે નથી થતી. સરકારની પ્રાથમિકતા જુદી હોય છે, આપણે ભેગા મળીએ, આ પણ અગત્યનું છે. નિષ્ણાંત માંકડે મીડિયાને જણાવ્યું કે, આજે માત્ર ચર્ચા થઇ છે, કારણો શું હોઇ શકે, આમાં શું કરી શકાય તેની રિપોર્ટ ડિટેઇલમાં સ્ટડી કરવાની જરૂર છે. મુખ્ય કારણ જાણ્યા વગર કામ કરશો તો અત્યારે પાલખી દેખાય છે, ભવિષ્યમાં તે ફરી દેખાઇ શકે છે. હોલીસ્ટીક એપ્રોચ લેવો જરૂરી છે. પીલરને સપોર્ટ લગાડવામાં આવ્યા છે, તેનાથી નુકશાન થયું તેવું ના કહી શકાય. પિલર ના લગાડ્યા હોત તો પણ ક્રેક્સ પડી ગઇ હોત. આ પ્રોગ્રેસીવ ક્રેક લાગે છે. આગામી 50 વર્ષ સુધી ચાલે તેવો અભિગમ દાખવવો પડે. અમને હજી સત્તાવાર નિયુક્ત કરવામાં આવ્યા નથી. પાલિકા લાંબાા ગાળાનું આયોજન કરે તેવી આશા છે. બે દિવસથી જ અમે આ કાર્યમાં જોડાયા છીએ. અમને અભ્યાસ કરતા વાર લાગી શકે છે.

આ પણ વાંચો --- VADODARA : નકલી ફાયર NOC મામલે ફરિયાદ, એજન્સીનું નામ ખૂલ્યું

Tags :
Advertisement

.

×