Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોગસ સર્ટીફીકેટના આધારે આધારકાર્ડ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

VADODARA : યુવકનું જન્મનું પ્રમાણપત્ર જમનાબાઈ હોસ્પિટલનું હતું. આધારકાર્ડ કાઢતા પાલિકાના અધિકારીને તે અંગે શંકા જતા તપાસ કરાવી હતી
vadodara   બોગસ સર્ટીફીકેટના આધારે આધારકાર્ડ કાઢવાનું કૌભાંડ ઝડપાયું
Advertisement
  • વડોદરામાં અધિકારીની સતર્કતાના કારણે બોગસ સર્ટીફીકેટ ઝડપાયું
  • અધિકારીએ પોલીસને જાણ કરતા યુવકની અટકાયત કરાઇ
  • યુવકે ડોક્યૂમેન્ટ રૂ. 600 માં મેળવ્યું હોવાનું જણાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં આજે જન્મના બોગસ પ્રમાણપત્ર થકી આધાર કાર્ડ કઢાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આધારકાર્ડ કઢાવવા માટે આવેલા એક વ્યક્તિ પાસેથી જમનાબાઈ હોસ્પિટલનું બોગસ પ્રમાણપત્ર મળી આવતા અધિકારી ચોંક્યા હતા. પાલિકાના અધિકારીની સતર્કતાના કારણે આ ભોપાળું બહાર આવ્યું છે. આ મામલે રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION) માં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે યુવકની અટકાયત કરી

સુત્રોના જણાવ્યા અનુસાર, બોગસ સર્ટીફીકેટ સાથે પકડાયેલા કાશીદ સિદ્દીકને નવરંગ ટોકીઝ પાસે આધારકાર્ડ કઢાવવાની કચેરી ખાતે શાકભાજીનો વ્યવસાય કરતા એક વ્યક્તિ આધારકાર્ડ કઢાવવા માટે ગયો હતો. દરમિયાન તેણે પોતાના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા જેમાં. જન્મનું પ્રમાણપત્ર સરકારી જમનાબાઈ હોસ્પિટલનું હતું. આધારકાર્ડ કાઢતા પાલિકાના અધિકારીને તે અંગે શંકા જતા તપાસ કરાવી હતી. જેમાં આ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ અંગે અધિકારીએ રાવપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બોગસ પ્રમાણપત્ર રજુ કરનારની અટકાયત કરી હતી. પોલીસે આ અંગે તેની ઉલટ તપાસ શરુ કરી હતી અને કેવી રીતે આ દાખલો મેળવ્યો તે અંગેની તપાસ કરી હતી

Advertisement

ફિરોઝ બોગસ પ્રમાણપત્ર બનાવી આપે છે

બોગસ સર્ટીફીકેટ સાથે ઝડપાયેલા કાશીદ સિદ્દીકે મીડિયાને જણાવ્યું હતું કે, માંજલપુરમાં ફિરોઝ નામનો વ્યક્તિ બોગસ પ્રમાણપત્ર લાવી આપે છે. આ પ્રમાણપત્ર બનાવવા માટે તેણે રૂ. 600 ચૂકવ્યા છે. પ્રમાણપત્ર આપ્યા બાદ તે આધારકાર્ડ કઢાવી આપવા માટેની પણ વ્યવસ્થા કરી આપતો હોવાનું તેણે ઉમેર્યું છે.

Advertisement

પોલીસ દ્વારા અવારનવાર આધારકાર્ડ માંગવામાં આવે છે

કાશીદે વધુમાં ઉમેર્યું કે, તે શાકભાજી વેચવાનો ધંધો કરે છે. લારી ઉપર શાકભાજી વેચવા માટે પોલીસ દ્વારા અવારનવાર આધારકાર્ડ માંગવામાં આવે છે. પરંતુ તે મૂળ ઉત્તરપ્રદેશનો હોવાના કારણે તેની પાસે આધારકાર્ડ ન્હતું .જેથી આધારકાર્ડ કઢાવવા માટે જન્મના પ્રમાણપત્રની જરૂર પડી હતી.

આ પણ વાંચો --- VADODARA : ટ્રેનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત, FSL તપાસ માટે સેમ્પલ મોકલાયા

Tags :
Advertisement

.

×