Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ

VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આંતરિક ટ્રાન્સફોર્મર ફેઇલ થઇ ગયું છે. આ ઘટનાને 9 દિવસ વિતી ગયા છે
vadodara   વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ
Advertisement
  • વેકેશનના અંતિમ દિવસોમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનો ઉપયોગ જોઇએ તેવો ના થઇ શક્યો
  • ટ્રાન્સફોર્મર ઉડી જતા 9 દિવસથી વિજળી ગુલ
  • નવું ટ્રાન્સફોર્મર આવતા હજી એકાદ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે

VADODARA : આજથી શાળાનું નવું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે વેકેશનના અંતિમ દિવસોમાં વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં વિજળી ગુલ રહેતા રમતવીરોને નારાજ થવાનો વારો આવ્યો છે. ખાસ કરીને આ દિવસોમાં ઇન્ડોર ગેમ રમી શકાય તે ન્હતું. બીજી તરફ જનરેટર હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં નહીં આવતા લોકરોષમાં વધારો જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, કોમ્પ્લેક્ષનું અંતરિક ટ્રાન્સફોર્મર ફેઇલ થઇ જવાના કારણે આ સ્થિતી સર્જાઇ છે. 9 દિવસથી કોમ્પ્લેક્ષમાં વિજળી ગુલ છે. આ વિજ પુરવઠો ફરી શરૂ થવા માટે આશરે હજી એકાદ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે.

વિજ પુરવઠો શરૂ કરી શકાયો નથી

સામાન્ય રીતે વેકેશન દરમિયાન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં રમતવીરોની સંખ્યા વધી જતી હોય છે. આવા સમયે જરૂરી સુવિધાઓ જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આંતરિક ટ્રાન્સફોર્મર ફેઇલ થઇ ગયું છે. આ ઘટનાને 9 દિવસ વિતી ગયા છે. છતાં વિજ પુરવઠો શરૂ કરી શકાયો નથી. આ કોમ્પ્લેક્ષમાં મારી એવી ઇન્ડોર ગેમ્સ પણ રમાતી હોય છે. વિજળીના અભાવે રમતવીરોને મુશ્કેલી પડી રહી છે.

Advertisement

રમતવીરો નારાજ થયા

સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી 25 - 30 દિવસ બાદ નવું ટ્રાન્સફોર્મર આવી શકે છે. એટલે કે એક મહિના બાદ વિજ પુરવઠો પુન કાર્યરત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ, વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આવતા રમતવીરો નારાજ થયા હતા. અને મુખ્ય સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું.

Advertisement

આ પણ વાંચો --- Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!

Tags :
Advertisement

.

×