VADODARA : મધરાત્રે ચડ્ડીબંડી ગેંગના તસ્કરોનો ત્રાસ, આંટાફેરાથી ફફડાટ
- માંજલપુરમાં આવેલી સોસાયટીમાં તસ્કરોનો તરખાટ
- એક ગેટ પર પોલીસ બંદોબસ્ત, બીજા પર કંઇ નહીં
- સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુરમાં (MANJALPUR - VADODARA) આવેલી કબીર સોસાયટીના રહીશો ચડ્ડીબંડી ધારી તસ્કરો (THIEVES CATCH IN CCTV) થી ભારે ભયભીત છે. સોસાયટીમાં પ્રવેશવા માટેના બે રસ્તા હોવાથી આગળની તરફ પોલીસ હોય છે. જ્યારે પાછળની તરફ પોલીસ હોતી નથી. જેથી અહિંયાથી અવર-જવર કરવા માટે તસ્કરોને આસાની રહે તેવું સ્થાનિકોનું માનવું છે. સોસાયટીના સીસીટીવીમાં તસ્કરોની હાજરી જોવા મળે છે. જેના કારણે સ્થાનિકો ભારે ભય વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, સોસાયટીની પાછળની સાઇડ, જ્યાંથી પ્રવેશવું અને જવું એકદમ સરળ છે, ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત હોવો જોઇએ. જેથી તસ્કરો પર લગામ કસવામાં સફળતા મળે.
જવાનોની હાજરી માત્ર આગળના ગેટ તરફ જ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી કબીર સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ છે. વિતેલા કેટલાક દિવસોથી સોસાયટીમાં પ્રવેશવાના પાછળના રસ્તે તસ્કરોની હાજરી સીસીટીવીમાં નોંધવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, સોસાયટીના જે ઘરમાંથી લોકો બહાર ગામ હોય તેને તસ્કરો નિશાન બનાવે છે. સ્થાનિકોને પોલીસનો પહેરો તો મળ્યો છે. પરંતુ જવાનોની હાજરી માત્ર આગળના ગેટ તરફ જ હોવાનું રહીશોનું કહેવું છે. રહીશોએ જણાવ્યું કે, પાછળની તરફથી અવર-જવર માટે મોકળું મેદાન મળી રહે છે. જેનો તસ્કરો ફાયદો ઉઠાવી રહ્યા છે.
આગળ તો મિલિટ્રીની સિક્યોરીટી પણ છે
સમગ્ર મામલે સ્થાનિકો સર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારી સોસાયટીમાં પ્રવેશવા માટે બે અલગ-અલગ રસ્તાઓ છે. સોસાયટીના લોકો, પેપર અને દૂધવાળાએ પોલીસને આગળની તરફના પ્રવેશ દ્વાર પાસે જોયા છે. પરંતુ ચોરો પાછળના ગેટથી એન્ટ્રી લે છે. ત્યાં પોલીસવાળા હોતા નથી. આગળ બે પોલીસ જવાનો હોય છે. પાછળ ખુલ્લો વિસ્તાર છે. ત્યાંથી ચોરો આસાનીથી આવ-જા કરી શકે છે. આગળ તો મિલિટ્રીની સિક્યોરીટી પણ છે. પરંતુ ચોરો પાછળથી આવ-જા કરે છે. જેથી પોલીસનું ત્યાં હોવું જરૂરી જણાય છે.
આ પણ વાંચો ---- VADODARA : દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો