VADODARA : આત્મહત્યાને છુપાવતા મૃતકના પરિજનો વિરૂદ્ધ કાર્યવાહી
- પરિવારની કરતુત પોલીસ તપાસમાં ખુલ્લી પડી
- માતા,પિતા અને ભાઇ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરાઇ
- આખરે સમગ્ર મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઇ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) ના હદવિસ્તારમાં આવતા અંજેસર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિકરીએ આત્મહત્યા કર્યાનું પરિજનો જાણતા હોવા છતા વાતને છુપાવીને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતા બેભાવ અવસ્થામાં મળી આવી હોવાનું રટણ કરવામાં આવતું હતું. આખરે આ મામલાની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ દોડી આવ્યા હતા. અને આ મામલે મૃતકના પિતા, પુત્ર, અને માતા વિરૂદ્ધ નોન કોગ્નિઝેબલ ફરિયાદ દાખલ કરી છે. બાદમાં આ મામલાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું
સમગ્ર મામલે પ્રાપ્ત બનાવની ટુંક વિગત અનુસાર, મંજુસર પોલીસ મથકની હદમાં આલેલા અંજેસર ગામના રોહિતવાસમાં સોનારા પરિવાર રહેતો હતો. 11, એપ્રિલ ના રોજ સાંજે 4 - 55 કલાકની આસપાસ સોનારા પરિવારની દિકરી પ્રિયંકાબેન કનુભાઇ સોનારાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું હતું. આ વાત તેનો ભાઇ કિરણકુમાર કનુભાઇ સોનારા, પિતા કનુભાઇ મંગળભાઇ સોનારા અને માતા શાંતાબેન સોનારા તમામ જાણતા હતા. જો કે, તેમણે આ હકીકત છુપાવીને દિકરી બેભાન અવસ્થામાં જ મળી આવી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
કુદરતી મોતની જગ્યાએ આત્મહત્યાની હકીકત સપાટી પર આવી
એટલું જ નહીં દિકરીના માતા શાંતાબેને મૃતકે જે દુપટ્ટા વળે ફાંસો ખાધો હતો, તેને ચુલ્હામાં સળગાવી ગઇને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલો પોલીસ મથક સુધી પહોંચતા જ તુરંત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુદરતી મોતની જગ્યાએ આત્મહત્યાની હકીકત સપાટી પર આવતા મૃતકના ભાઇ કિરણકુમાર કનુભાઇ સોનારા, પિતા કનુભાઇ મંગળભાઇ સોનારા અને માતા શાંતાબેન સોનારા વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મંજુસર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ નટવરભાઇને વધુ તપાસ સોંપવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે વાંધાનજક પોસ્ટ શેર કરનાર વૃદ્ધ સામે ફરિયાદ