Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉચાપત કેસમાં દૂધ મંડળીના મંત્રી રિમાન્ડ પર, મોટા ખુલાસા થવાની શક્યતા

VADODARA : મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા મૃત સભાસદોના બેંક ખાતામાંથી રુપાય ઉપાડીને સંસ્થાને ગંભીર નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું
vadodara   ઉચાપત કેસમાં દૂધ મંડળીના મંત્રી રિમાન્ડ પર  મોટા ખુલાસા થવાની શક્યતા
Advertisement
  • પોલીસ ફરિયાદ બાદ તુરંત મંત્રીની ધરપકડ કરાઇ
  • કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ
  • દરમિયાન મોટા માથાની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) ના મેરાકૂવા દૂધ મંડળીમાં મૃત સભાસદોના નામે દૂધ ભરીને પૈસા લેવાનું કૌભાંડ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં જિલ્લા રજીસ્ટ્રારના હુકમ બાદ ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં મેરાકૂવા દૂધ મંડળીના પ્રમુખ રાવજી પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર વિરૂદ્ધ છેતરપીંડિનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે બાદ મંત્રી વિક્રમસિંહ પરમારની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે.

શું હતો સમગ્ર મામલો

સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશ માને દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મેરાકૂવા દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમાર અને પ્રમુખ રાવજી પરમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે. મેરાકૂવા દૂધ મંડળીના 5 સભાસદો મૃત્ચુ પામ્યા હતા. જો કે, મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા મૃત સભાસદોના બેંક ખાતામાંથી રુપાય ઉપાડીને સંસ્થાને ગંભીર નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તપાસ કરતા બેંકમાં ખોટા અધિકારપત્રો રજુ કરીને ખોટી સહી તથા અંગુઠા મારીને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

Advertisement

કોના નામે પૈસા ઉપાડી લેવાયા

ઉપરાંત જે સભાસદ ગ્રાહકોના બેંક ખાતામાં નથી તેવા પશુપાલકોને દૂધની ખરીદીના રૂપિયા મંડળીના ચુકવણાપત્રમાં સહી કરાવીને રોકડેથી ચૂકવવામાં આવ્યા હતા. મેરાકૂવા મંડળીના મંત્રીએ આ કૃત્ય સ્વિકારીને બનાવટી સહી કરી હોવાનું કબુલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મૃતકો ભુરીબેન પરમાર, કાલુભાઇ પરમાર, ઉદાભાઇ ચૌહાણ, અનુપભાઇ પરમાર અને ભીખાભાઇ પરમારના નામે કુલ રૂ. 39.92 લાખ બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હતા.

Advertisement

મોટા માથાની સંડોવણીના સંકેતો આપ્યા હતા

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મંત્રી ની ધરપકડ કરવામાં આવી છે.  આરોપીને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ધારાસભ્ય કેતન ઇનામદારે મોટા માથાની સંડોવણીના સંકેતો આપ્યા હતા. બીજી તરફ ડેસરમાં અનેક દૂધ મંડળીઓમાં આ પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે.

આ પણ વાંચો --- VADODARA : જળાશયોમાં ડૂબી જવાની ઘટના રોકવા તંત્ર સજ્જ બન્યું

Tags :
Advertisement

.

×