VADODARA : મેરાકૂવા દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
- ધારાસભ્ય દ્વારા ખુલ્લા પડાયેલા કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઇ
- દૂધ મંડળીના મંત્રી અને પ્રમુખ કસુરવાર ઠર્યા
- જિલ્લા રજિસ્ટ્રારે આપ્યો હતો ફરિયાદ નોંધાવવાનો હુકમ
- મંત્રીએ આ કૃત્ય સ્વિકારીને બનાવટી સહી કરી હોવાનું કબુલ્યું
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) ના મેરાકૂવા દૂધ મંડળીમાં મૃત સભાસદોના નામે દૂધ ભરીને પૈસા લેવાનું કૌભાંડ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં જિલ્લા રજીસ્ટ્રારના હુકમ બાદ ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં મેરાકૂવા દૂધ મંડળીના પ્રમુખ રાવજી પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર વિરૂદ્ધ મૃતસભાસદોના નામે ખોટી સહી-અંગુઠાના નિશાન કરીને અધિકાર પત્ર બેંકમાંથી રજુ કરીને વિતેલા પાંચ વર્ષમાં રૂ. 39.92 લાખ ઉપાડવા બદલ છેતરપીંડિને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મેરાકૂવા દૂધ મંડળીના 5 સભાસદો મૃત્ચુ પામ્યા
સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશ માને દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મેરાકૂવા દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમાર અને પ્રમુખ રાવજી પરમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે. મેરાકૂવા દૂધ મંડળીના 5 સભાસદો મૃત્ચુ પામ્યા હતા. જો કે, મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા મૃત સભાસોના બેંક ખાતામાંથી રુપાય ઉપાડીને સંસ્થાને ગંભીર નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તપાસ કરતા બેંકમાં ખોટા અધિકારપત્રો રજુ કરીને ખોટી સહી તથા અંગુઠા મારીને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
રૂ. 39.92 લાખ બારોબાર ઉપાડી લેવામાં આવ્યા
ઉપરાંત જે સભાસદ ગ્રાહકોના બેંક ખાતામાં નથી તેવા પશુપાલકોને દૂધની ખરીદીના રૂપિયા મંડળીના ચુકવણાપત્રમાં સહી કરાવીને રોકડેથી ચૂકવવામાં આવ્યા હતા. મેરાકૂવા મંડળીના મંત્રીએ આ કૃત્ય સ્વિકારીને બનાવટી સહી કરી હોવાનું કબુલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મૃતકો ભુરીબેન પરમાર, કાલુભાઇ પરમાર, ઉદાભાઇ ચૌહાણ, અનુપભાઇ પરમાર અને ભીખાભાઇ પરમારના નામે કુલ રૂ. 39.92 લાખ બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો --- Corona Cases : સાચવજો..! રાજ્યમાં કોરોનાનાં કેસ 600 ને પાર, વલસાડ-ભાવનગરમાં આવી છે સ્થિતિ