VADODARA : મેરાકુવાની દૂધ મંડળીના મંત્રી-પ્રમુખ સામે ફરિયાદ નોંધવા હુકમ
- સાવલીના ધારાસભ્યએ ઉઠાવેલા મુદ્દે પડઘો પડ્યો
- બે સામે ફરિયાદનો હુકમ, વધુનો સંડોવણી ખુલી શકે છે
- મંડળીને તુરંત ઓડિટ કરવાનો હુકમ કરવામાં આવ્યો
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ચાલતી દૂધ મંડળીમાં ગેરરીતિ મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ અંગે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેનો અહેવાલ ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA - KETAN INAMDAR) ને સોંપવામાં આવ્યો છે. જે અનુસાર, મંડળીના મંત્રી વિક્રમ પરમાર અને પ્રમુખ રાવજી પરમરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે વિક્રમ પરમારનું કહેવું છે કે, મેં મૃતકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન કર્યું છે. કબુલું છું, અને સજા માટે પણ તૈયાર છું.
મહિનાઓ સુધી એક જ સરખી રકમ જમા થઇ
જિલ્લા રજીસ્ટ્રારે મેરાકુવા દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખને દુર કરવા, તેમજ બરોડા સેન્ટ્રલ કો. ઓપ. બેંકમાં અધિકાર પત્ર આપવાની પ્રક્રિયામાં સંડોવાયેલા બેંકના અધિકારી અને કર્મચારીઓની વિગતો પણ બેંક પાસે માંગી છે. અને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવહાી કરવા માટે જણાવ્યું છે. જિલ્લા રજીસ્ટ્રારના અહેવાલ મુજબ, ધારાસભ્યએ કરેલી રજુઆતમાં સત્ય જણાયું છે. મૃતક સભ્યોના બેંક એકાઉન્ટમાં સમયાંતરે સરખી રકમ જમા ઉધાર થઇ હતી. જે અલગ અલગ હોવી જોઇએ, છતાં સમયાંતરે મહિનાઓ સુધી એક જ સરખી રકમ જમા થઇ છે. મંડળીના નાણાંની ઉચાપત થયાનું તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ મંડળીનું વર્ષ 2024 - 25 નું ઓડિટ તુરંત કરવા માટે અધિકારીને સૂચનાઓ આપવામાં આવી છે.
મેં કોઇ પણ કૌભાંડ આચર્યું નથી
બીજી તરફ આ મામલે ડેસર તાલુકાના મેરાકુવા દુધ મંડળીના મંત્રી વિક્રમ પરમારનું કહેવું છે કે, હું મેરાકુવા દૂધ મંડળીમાં 9 વર્ષથી ફરજ બજાવું છું. ધારાસભ્ય દ્વારા મારા પર આરોપો મુકવામાં આવ્યા છે. પરંતુ મંડળીમાં મેં કોઇ પણ કૌભાંડ આચર્યું નથી. 5 મૈયત સભાસદના ખાતાનો ઉપયોગ કર્યો છે, પરંતુ તે મંડળીના હિતમાં કરવામાં આવ્યો છે. જે સભાસદોના ખાતા ન્હતા, તેને કેશ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે. જેના ચૂકવણા પત્રકમાં સહીઓ પણ કરેલી છે. મેં મૃત સભાસદોના ખાતામાં ટ્રાન્ઝેક્શન કર્યું છે, હું કબુલું છું, અને જે સજા થાય તે હું ભોગવવા પણ તૈયાર છું.
આ પણ વાંચો --- Rashifal 5 June 2025: આ રાશિના લોકોને આજે વસુમાન યોગથી મળશે ઇચ્છિત લાભ, કારકિર્દીમાં થશે પ્રગતિ