VADODARA : બળાત્કારના આરોપની અરજી થતા આધેડે ઝેરી દવા ગટગટાવી
- વડોદરા ગ્રામ્યમાં ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો
- આધેડ વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં મહિલાએ બળાત્કારની અરજી કરી
- જે બાદ આધાતમાં સરી પડેલા વૃદ્ધે ના કરવાનું પગલું ભર્યું
- સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને વધુ તપાસ સોંપાઇ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમીયાલામાં રહેતા આધેડ વિરૂદ્ધ મહિલાએ પાદરા પોલીસ મથકમાં બળાત્કારના આરોપસર અરજી કરી હતી. જેની જાણ આધેડને થતા તેઓ આધાતમાં સરી પડ્યા હતા. આખરે આધેડે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. આખરે ઉપરોક્ત મામલે આધેડે જ પોલીસને જાણ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં જાણવાજોગ બનાવની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલને વધુ તપાસ સોંપી છે.
આક્ષેપો વાળી અરજી કરી
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અબ્દુલભાઇ ઉર્ફે મુન્નો ઘાંચી સમીયાલામાં આવેલી સોસાયટીમાં રહેતા હતા. તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં એક મહિલાએ તેમના વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં બળાત્કારના આક્ષેપો વાળી અરજી કરી હતી. જે અંગે અબ્દુલભાઇને જાણ થતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. બાદમાં આ આઘાત સહન નહિં થતા તેમણે સાંજના સમયે ઝેરી દવા ગટગટાવી દીધી હતી.
જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી
આ પગલું ભર્યા બાદ તેમણે વડોદલા તાલુકા પોલીસમાં આ અંગેની જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે વડોદરા તાલુકા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલાની વધુ તપાસ વડોદરા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ સુરેન્દ્રસિંહને સોંપવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : રીલ લાઇક કરતા પરિણીતાની યુવક જોડે મિત્રતા થઇ, ચાકુની અણીએ દુષ્કર્મ