VADODARA : મિત્ર સુધી ચિઠ્ઠી પહોંચાડી લાપતા બનેલો કોન્સ્ટેબલ હરિદ્રારથી મળ્યો
- વડોદરાનો લાપતા કોન્સ્ટેબલ આખરે મળી આવ્યો
- હરિદ્વારના ગાર્ડનમાં આરામ ફરમાવતો હતો કોન્સ્ટેબલ
- મિત્રો તેને નજીકના આશ્રમમાં લઇ ગયા, બાદમાં પોલીસને જાણ કરી
VADODARA : વડોદરા (VADODARA) ના બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ (HEAD CONSTABLE) અલ્પેશભાઇ મિત્ર સુધી અંતિમ ચિઠ્ઠી પહોંચાડને લાપતા બન્યા હતા. ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, હું મારા દાદા (નાગ દેવતા) પાસે જાઉં છું. શરીર કોઇને મળવાનું નથી. તે જેનું છે તેની પાસે જ જશે. કોઇનો હક નથી તેના પર. આ ચીઠ્ઠી મળી આવતા જ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ખોડાભાઇ વેંજીયાને હરિદ્વારમાંથી શોધી કાઢવામાં આવ્યો છે. ત્યાં તેમના મિત્રો જોગાનુંજોગ મળતા બચાવી લેવામાં આવ્યા છે.
ચંદનવાડી શેષનાગ મંદિરનો રૂટ લખ્યો હતો
તાજેતરમાં વડોદરાના બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ખોડાભઆઇ વેંજીયા દ્વારા અંતિમ ચિઠ્ઠી લખીને લાપતા બન્યો હતો. જેને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. અલ્પેશભાઇને પરિવારમાં સંતાન અને પત્ની પણ છે. તે બાદ તપાસ કરતા પોલીસને તેઓના ઘરેથી એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર ચંદનવાડી શેષનાગ મંદિરનો રૂટ લખ્યો હતો. તેમાં વડોદરાથી આણંદ, અજમેર, અનંગનાગ, પગલગામ અને ચંદનવારીનો રૂટ મળી આવ્યો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
તેઓને નજીકમાં આશ્રમમાં લઇ જવામાં આવ્યા
બીજી તરફ લાપતા કોન્સ્ટેબલ હરિદ્વારમાં ગાર્ડનમાં આરામ ફરમાવી રહ્યો હતો. તે દરમિયાન જોગાનુંજોગ તેના મિત્રો મળી જતા તેઓને નજીકમાં આશ્રમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દોડીને ત્યાં પહોંચી હતી. હાલ વડોદરા પોલીસ અલ્પેશભાઇ વેંજીયાને લઇને પરત આવવા માટે રવાના થઇ ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
શું લખ્યું હતું અંતિમ ચીઠ્ઠીમાં -
- પ્રવિણ મારા ભાઇ આ મેસેજ તને કરૂ છું કારણ કે, તું આ બાબતે મારા પરિવારને જાણ કરીશ ત્યારે કોઇ ઉતાવળ નઇ કરે અને તેમને સમજાવી શકીશ તેવી આશા છે.
- હું જ્યારે મારા ભાઇ ભમરના ઘરે આવ્યો અને દાદાને મળ્યો ત્યારે તેમણે મને ઇશારો કરેલ કે હવે તારે મારી પાસે આવવું પડશે પણ મેં ના પાડેલ અને તેમની પાસે થોડો સમય માંગેલ તો તેમણે મને કિધેલ કે, માદળીયું તું મને પાછું આપી દે એટલે હું તને થોડો સમય આપી દઇશ એટલે મેં તેમને માદળીયું આપી દિધેલ જે મને એમણે જ આપ્યું હતું તે માદળીયાથી જ મારૂ અસ્તીત્વ છે એ મારા દાદાને ખબર છે એટલે જ તેમણે તે પાછું માંગી લીધું
- હવે મારા દાદા મને એમની પાસે બોલાવે છે અને જો હું નઇ જવ તો તે મને તેમની પાસે આવવા મજબુર કરશે અને હું જેમને પ્રેમ કરૂ છું કે જેમના કારણે અહીં રહેવા માંગુ છું તેમનાથી મને દૂર કરશે અને તે મને તેમનાથી દૂર કરવા માટે તેમનો જીવ પણ લઇ શકે છે જેથી હું જાતે જ મારા દાદા પાસે જવ છું જે બાબતની જાણ કરવા આ તને મોકલું છું.
- હું દુનીયા છોડીને મારા દાદા પાસે જવ છું તેનુ કારણ કોઇ નથી હું ખાલી મારા દાદાના હુકમનું પાલન કરૂ છું. મારા ગયા પછી મને શોધવાની કોશીશ ના કરતા કારણ કે, મારૂ શરીર તમને કોઇને મળવાનું નથી તે જેનું છે તેની પાસે જ જશે અને મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે.
- અને જતી વખતે ખાલી એક જ વાતનું દુખઃ છે કે મારી પત્ની કે જે મારા પરિવારથી જોડાઇને બવ પરેશાન થઇ છએ તેનો સાથે હું ના આપી શક્યો જેથી હું ખુદને મારી પત્ની અને દિકરીનો ગુનેગાર માનું છું. મારી પત્ની એ એક સર્વશ્રેષ્ઠ પત્ની છે અને મને તેના પર ગર્વ છે. તેના માતા- પિતા એ તેને સારા સંસ્કાર આપ્યાં છે.
- મે લિધેળ પ્લોટ મારી દિકરીને આપી દેવો અને વડોદરા ખાતે પડી રહેલ બાઇક મારા પપ્પાને આપી દેવુ તથા વડોદરા ખાતે મારા રૂમમા પડી રહેલ અન્ય વસ્તુઓ કે જે તમામ પર મારી દિકરીનો અધિકારી છે તો તેને આપી દેવું
- મારા પર કોઇ ઉધારી નથી અને મેં લિદેળ લોન ભરવા માટે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલ મારી પોલીસી બંધ કરાવી તેમાથી આવતી રકમથી મારી લોન ભરી દેવી.
- મારા બનેવી રૂડાજીને કેજો કે તમારી પાસે પડી રહેલ મારી રકમને ક્યાંક સારી જગ્યાએ રોકાણ કરી તેમાથી આવતા મુનાપાને મારી ઘરે આપી દેવો અને જો મે લિધેલ લોન વિમો ક્લોઝ કરાવાથી મળેલ રકમ જો ઓછી પડે તો તમારી પાસેની રકમ લોનમાં ભરી લોન પુરી કરવી.
બીજુ પાનઃ
- મારી બહેનોથી માફી માંગુ છું કારણ કે, મારી જવાબદારી છોડીને જઇ રહ્યો છું અને મારા માતા-પિતાના બુઢાપામા એમની સેવા નહીં કરી શકું તેનું મને હમેશા દુખ રહેશે અને તેમને વિનંતિ કરૂ છુંકે, ખેતર વેચીને મામેરા કરી દેજો.
- પ્રવિણ તારા જેવો જ મારો એક બીજો ભાઇ કિરણ કે જે મારી પાસે 35 હજાર રૂપિયા માંગે છે તેને તારી પાસે મારા 10 હજાર છે તે અને આવતા મહિને મારા ખાતામાં જેટલો પણ પગાર પડે તે રકમ ભેગી કરીને કિરણને આપી દેજે અને તોંય ખુટે તો મારા બનેવી રૂડાજીને કેજે તે મદદ કરી દેશે
- હું મારા પરીવાર જેમાં મારી પત્ની, મારી દીકરી, મારા માતા-પિતા અને મારી બહેનોથી માફી માંગું છું પણ મારા દાદા બોલાવે એટલે મારા માટે જવું જરૂરી છે અને હા હું તેમની પાસે જવ છું મતલબ હું આ શરીરને છોડીને જવ છું તો મને ફરીથી મેળવવાની કોશીશ ના કરતા એવું સમજજો કે મારા દાદાને આપેલ તે માદળીયામાં જ મારૂ શરીર અને આત્મા છે.
- મારા બોસ સંગાડા સરનો હું હમેશા આભારી રહીશ તેમના દ્વારા આપેલ સલાહ અને સુચનથી મને ઘણું શીખવા મળ્યું છે અને તેમને મને કાલે સવાર માટે એક કામ આપ્યું હતુ તે હું નહીં કરી શકુ તેના માટે હું માફી માંગુ છું. સંગાડા સર બાબતે મારૂ પર્સનલી માનવુ એવું છે કે તે એક GREAT LEADER અને તે અત્યારે જે પોસ્ટ પર છે તેના કરતા તે ઘણું વઘારે DESERVE કરે છે.
- મારા દાદાએ મને કહ્યું છે કે, જો હું અત્યારે તેમની પાસે નહીં આવું તો તેઓ મારી પાસેથી પ્રેમ કરૂ છું અને જેમના લગાવના કારણે હું તેમની પાસે નથી જઇ રહ્યો તે બધાને મારાથી ધીમે ધીમે દૂર કરી દેશે તો મારૂ જવું જરૂરી છે હું કોઇને નુકશાન પહોંચાડવા નથી માંગતો.
- મારા ગયા પછી કોઇ મારી પત્નીને પરેશાન નહીં કરે અને એના પર ખોટા આરોપ નઇ નાખે એ એક ખુબ જ સંસ્કારી, સમજદાર અને નાદાન છોકરી છે અને મને તેના પર ગર્વ છે.
- મારા સાસરા પક્ષને એક વિનંતી છે હવે મારા ગયા પછી તમારી દિકરીને એક એવા ઘરમાં વળાવજો જ્યાં પરિવાર સારો હોય અને તેનું બધા ધ્યાન રાકે ફરીથી આવી ભૂલ ન કરતા.
- મારી છેલ્લી ઇચ્છા એવી છે કે, મારી પત્ની જીગી તું છેલ્લી વાર મારૂ કિધુ માનીને તારા માતા-પિતા તારા માટે જે સારૂ ઘર અને માણસ શોધે ત્યાં તુ જા અને ખુશ રેજે હું તારી સાથે ખુબ ગલત કર્યું છે મને માફ કરજે મને તારા પર ગર્વ છે તું મારી જીંદગીની સૌથી મોટી ઉપલબ્દી છે.
(પોતાની સહી કરી )
10/06/2025 અંતમાં લખ્યું Next Time
આ પણ વાંચો --- Surat : જાહેરમાં બે યુવકને કપડાં કઢાવી નગ્ન કરી લાકડીથી ઢોર માર મારતા વેપારીનો Video વાઇરલ