ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Monsoon Session : વડોદરાના સાંસદે ભારતની વિદેશ નીતિમાં યુવાનોના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું

Monsoon Session : જાપાનના દૂતાવાસ ખાતે એમ્બેસડર ઓનો કેઈ દ્વારા આયોજિત વિશેષ સંવાદ અને યજમાનીમાં ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિ
05:05 PM Aug 08, 2025 IST | PARTH PANDYA
Monsoon Session : જાપાનના દૂતાવાસ ખાતે એમ્બેસડર ઓનો કેઈ દ્વારા આયોજિત વિશેષ સંવાદ અને યજમાનીમાં ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિ

Monsoon Session : ભારતના યુવા અને પ્રતિભાશાળી સાંસદ ડૉ. હેમાંગ જોષી (Vadodara MP - Dr. Hemang Joshi) એ તાજેતરમાં ચાલેલા સંસદના મોનસૂન (Monsoon Session - 2025) સત્ર દરમિયાન બે વિવિધ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વ સ્તરે ભારતના યુવા દ્રષ્ટિકોણને રજૂ કર્યો. બંને પ્રસંગે તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા નિર્મિત અને દૃઢ કરવામાં આવેલી “વિશ્વમિત્ર ભારત”ની વિદેશ નીતિ સાથે સંકળાયેલી વિચારધારાનું ઉજાગર કર્યું.

ભારત-નેપાળ યુવા નેતાઓ વચ્ચે સંવાદ – “યંગ લીડર્સ રાઉન્ડ ટેબલ”

ન્યુ દિલ્હીના સુષમા સ્વરાજ ભવન ખાતે આયોજિત “યંગ લીડર્સ રાઉન્ડ ટેબલ” સંવાદમાં ડૉ. હેમાંગ જોષી (Vadodara MP - Dr. Hemang Joshi) એ ભારતીય સંસદના યુવા પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રિય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની (Sports Minister Of India - Mansukh Mandaviya) અધ્યક્ષતામાં નેપાળ સંસદના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો, જે ભારતની ઔપચારિક મુલાકાતે આવેલું હતું.

લોકોના હૃદયોમાં વસેલા છે

આ સંવાદમાં ભારત અને નેપાળ (India-Nepal Relation) વચ્ચેના દૈવિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો, જેમ કે જનક-શ્રીરામ સંસ્કૃતિ, સંયુક્ત વારસા અને Value-based Democracy પર ચર્ચા થઈ. ડૉ. હેમાંગ જોષી એ વિધાન કર્યા કે નેપાળ અને ભારત એવા દેશો છે કે જેઓનાં સંબંધો માત્ર ભૌગોલિક સીમાએ બંધાયેલા નથી, પરંતુ લોકોના હૃદયોમાં વસેલા છે. વિશેષ રૂપે તેમણે યુવાનોની રાજકારણમાં સક્રિય ભાગીદારી, ક્રિકેટ અને રમતગમતના માધ્યમથી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શક્તિ, યોગના વૈશ્વિક સ્વીકાર અને પરંપરાગત રમતગમતના પુનરુત્થાન જેવા મુદ્દાઓ ઉઠાવ્યા.

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા

આ અવસરે તેઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની “પડોશી પહેલાં” (Neighborhood First) નીતિનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે વડાપ્રધાનએ પોતાના કાર્યકાળ દરમ્યાન ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે, જે યુવાપેઢી માટે ઉદ્દીપક ઉદાહરણ છે.

જાપાન દૂતાવાસ ખાતે દૂત દ્વારા યજમાની – ભારત-જાપાન સંબંધોને નવી દિશા

દિલ્હીમાં જાપાનના દૂતાવાસ ખાતે માનનીય એમ્બેસડર ઓનો કેઈ દ્વારા આયોજિત એક વિશેષ સંવાદ અને યજમાનીમાં ડૉ. હેમાંગ જોષી એ ઉપસ્થિતિ આપી. આ પ્રસંગે “ઓપરેશન સિંદૂર – ગ્લોબલ આઉટરીચ મિશન”ના પ્રતિનિધિમંડળ તથા અન્ય ભારતીય સાંસદસહયોગીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભારત-જાપાન સંબંધોના ઐતિહાસિક પાસાઓ ઉપરાંત ભવિષ્ય માટેના સહકારના ક્ષેત્રો ઉપર પણ ગંભીર ચર્ચા થઈ. ડૉ. હેમાંગ જોષી એ યુવા ધન, ટેક્નોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ, ક્લાઈમેટ એક્શન અને સંસ્કૃતિક એક્સચેન્જ જેવા મુદ્દાઓ ઊઠાવ્યા. ખાસ કરીને ભારત અને જાપાન વચ્ચે “યુવા થી યુવા જોડાણ”ની ભલામણ કરી અને બંને દેશના યુવાનો માટે ઈનોવેશન અને સંશોધન ક્ષેત્રે નિર્માણશીલ તકેદારીની જરૂરિયાત દર્શાવી.

એક સાંસ્કૃતિક સહયોગી દેશ

તેમણે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાના કાર્યકાળ દરમ્યાન જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવતર ઊર્જા પુરી પાડી છે. whether it is Tokyo Summit diplomacy, or G20 Outreach, India-Japan નું જોડાણ હવે ‘Special Strategic and Global Partnership’. સુધી પહોંચ્યું છે. તેમણે જણાવ્યું કે જાપાન ભારત માટે માત્ર ઔદ્યોગિક ભાગીદાર જ નથી, પણ એક સાંસ્કૃતિક સહયોગી દેશ છે – જ્યાંથી ઘણું શીખી શકાય છે. વડોદરા થી પસાર થતી બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ ને લઈ ને પણ વિસ્તૃત ચર્ચા કરી.

સાંસદનું નિવેદન

ડૉ. હેમાંગ જોષી જણાવે છે કે, “વિશ્વવ્યાપી પરિપ્રેક્ષ્યમાં ભારતના યુવા નેતૃત્વના વિચાર અને સંસ્કૃતિને રજૂ કરવાનો અવસર મળવો એ મારા માટે ગૌરવની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વૈશ્વિક મંચો પર વિશ્વાસપૂર્વક અને ઉત્સાહભેર પોતાની વાત રાખી રહ્યું છે. ભારતના યુવાનોના હિત માટે મેં બંને મંચો પર સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો છે.”

આ પણ વાંચો ---- Amit Shah In Bihar : ગૃહમંત્રીના હસ્તે સુપ્રસિદ્ધ માં જાનકી મંદિરનો શિલાન્યાસ, દેશભરના સાધુ-સંતો જોડાયા

Tags :
#DrHemangJoshi#IndiaForeignPolice#InternationalForum#VadodaraMPGujaratFirstgujaratfirstnews
Next Article