VADODARA : મહાભારતના પાત્રોમાંથી મેનેજમેન્ટ અને લીડરશીપના પાઠ શિખવાડતી MSU
- વડોદરાની વિશ્વવિખ્યાત MSU માં અનોખો પ્રયાસ
- મહાભારતના પાત્રોમાંથી મેનેજમેન્ટ અને લીડરશીપ ભણાવાઇ રહ્યા છે
- નવી શિક્ષણ નિતી લાગુ કર્યા બાદ પ્રથમ પ્રયાસ
- કોમર્સ ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થીઓએ દર્શાવ્યો અનેરો ઉત્સાહ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MSU - VADODARA) ભારતીય મહાકાવ્ય અને પૌરાણિક ગાથા મહાભારત (MAHABHART) ના સ્ત્રી પાત્રોમાંથી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને લીડરશીપના (LEADERSHIP AND MANAGEMENT LESSON) પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. નવી શિક્ષણ નિતિ લાગુ થયા બાદ પહેલી વખતા યુનિ.ના કોમર્સ ફેકલ્ટીના કોર્ષમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ મહાભારત થકી શીખવામાં અનોખી ઉત્સુકતા ધરાવતા હોવાનું ફેકલ્ટી સુત્રોનું કહેવું છે.
માનસિક અને ભાવનાત્મક શક્તિ દર્શાવીને કપરી પરિસ્થિતીઓનો સામનો કર્યો
સમગ્ર મામલે યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પરાગ શુક્લાનું કહેવું છે કે, અમે મહાભારતનામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહત્વના ગંગા, દ્રોપદી, કુંતી, માદ્રી જેવા 12 ત્રોનું એનાલિસિસ કર્યું હતું. તેમના કારણે ઘણા નિર્ણયો પ્રભાવિત થયા હતા. આ મહિલાઓની નેતૃત્વ ક્ષમતામાંથી આજની પેઢી નેતૃત્વક્ષેત્રે ઘણું શીખી શકે તેમ છે. આ મહિલાઓએ માનસિક અને ભાવનાત્મક શક્તિ દર્શાવીને કપરી પરિસ્થિતીઓનો સામનો કર્યો છે. ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણને સાર્થક કરવાનું કામ આ પાત્રો દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્ષનો ભાગ
મહાભારતમાં મહિલાના પાત્રોની વધારે ચર્ચા થતી નથી. જેથી અમે તેના પર રિસર્ચ કરીને પેપર માટે મહાભારતના મહિલા પાત્રો પર પસંદગી કરી હતી. અને હવે તેને યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના બીકોમના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન કોર્ષ તરીકે ભણાવવામાં આવી રહ્યો છે. આ સાથે કોર્ષમાં ભીષ્મ અને અર્જુનના પાત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે તમામને ભણવા-શીખવા માટે વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સુકતા દાખવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
કયા પાત્રોમાંથી શું શીખવા જેવું છે.
પાત્રનું નામ - અનોખું લક્ષણ
- દ્રૌપદી - ન્યાય માટે લડવું
- સુભદ્રા - સમર્પણની ભાવના
- ગાંધારી - સત્યતા
- ગંગા - સહાનુભૂતિ અને કરૂણા
- માદ્રી - કુટનીતિનું જ્ઞાન
- કુંતી - બલિદાન અને ત્યાગ
- રુક્ષમણી - નિસ્વાર્થભાવ
- હિડંબા - કૃતજ્ઞતા
- ઉત્તરા - પ્રસન્નતા અને ખુશી
- સત્યવતી - મજબુત મનોબળ
- અંબા - પરિવર્તક
- વૃશાલી - ધૈર્ય
આ પણ વાંચો --- VADODARA : ઇન્ટરનેશનલ એરપોર્ટની દિશામાં ડગ મંડાયું, આધુનિક વેધર સિસ્ટમ કાર્યરત