VADODARA : MSU ની ટેકોમાં પાણી ભરાવવાની સમસ્યાને 'તક'માં ફેરવાઇ
- મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રેરક પ્રયાસ
- પાણી ભરાવવાની મુશ્કેલીમાંથી છુટકારા સાથે જળ સંચયનો પ્રયાસ
- રાજમાતાના હસ્તે પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો
VADODARA : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU - VADODARA) એ એક મહત્વની છલાંગ લગાવી છે. યુનિ.ની ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ધાતુશાસ્ત્ર વિભાગ પાસે વરસાદી પાણીના સંગ્રહ પ્રોજેક્ટ (રેઇન વોટર હાર્વેસ્ટીંગ) (RAIN WATER HARVESTING) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ફેસિલિટેટર, SOCLEEN ના પ્રમુખ અને ચાન્સેલર રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ થકી પાણી ભરાવાની સમસ્યાને ઉકેલાશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુના પ્રોજેક્ટ તરીકે પણ સેવા આપશે.
જળભંડારના ત્રણ સ્તરોને ભેદવાનો કરવાનો પ્રયાસ કર્યો
સમગ્ર પ્રયાસ અંગે એમએસયુ બરોડાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. સંસ્કૃતિ મજુમદારે જણાવ્યું કે, "ફેકલ્ટીમાં ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને વિદ્યાર્થીઓને તેમના વાહનો જોડે અવર-જવરમાં મુશ્કેલી પડે છે. રસ્તાઓ અને વિસ્તાર ઢાળવાળા હોવાનું આ સમસ્યાનું મુળ કારણ છે, જેના પરિણામે વરસાદનું પાણી એકઠું થાય છે. અમે પ્રોજેક્ટ માટે યોગ્ય સ્થળ પસંદ કર્યું છે અને તેને ફિલ્ટરેશન ચેમ્બર અને ગ્રેડેડ ફિલ્ટર સાથે તૈયાર કર્યું છે. અમે આશરે જમીનમાં 200 ફૂટ ઊંડા ગયા હતા, જળભંડારના ત્રણ સ્તરોને ભેદવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ લગભગ રૂ 2.75 લાખ ખર્ચ થયો હતો, સાથે જ અમે તેને નજીકના જૂના રિચાર્જ વોલ સાથે પણ જોડ્યું છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને ભૂગર્ભજળની ગુણવત્તા અને સ્તર ચકાસવા માટે અભ્યાસની તક પણ પુરી પાડશે.
પાણી રિચાર્જિંગ અને હાર્વેસ્ટિંગની વ્યાપક પ્રમાણમાં જરૂર
આ તકે રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, આ સુવિધા પાણી ભરાવાથી છુટકારો મેળવવા અને પાણી બચાવવામાં પણ મદદ કરશે. આજે વડોદરામાં પાણી રિચાર્જિંગ અને હાર્વેસ્ટિંગની વ્યાપક પ્રમાણમાં જરૂર છે, અને આ પ્રોજેક્ટ તેનું એક ઉદાહરણ છે. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ અને સર્વિલિંકના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિન ત્રિવેદી આ કાર્યક્રમમાં સિસ્ટમ્સ લિમિટેડ, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : પાદરામાં રૂ. 95.49 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ