Vadodara ના મ્યુનિસિપલ કમિશનરનો અનોખો અંદાજ, જમીન પર બેસીને માણ્યો યુવા કલાકારોની સંગીત મહેફિલનો આનંદ
Vadodara પાલિકાના મ્યુનિ.કમિશનર અરૂણ મહેશ બાબુનો અનોખો અંદાજ સામે આવ્યો છે જેમાં કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે યુવા કલાકારોની સંગીત મહેફિલમાં જોડાયા મ્યુનિ.કમિશનર સામાન્ય નાગરિકની જેમ યુવાઓ વચ્ચે જમીન પર બેસી સંગીતનો આનંદ માણ્યો અને યુવા કલાકારો સાથે તાલ મિલાવી કલાકારોને પ્રોત્સાહિત કર્યા.
Advertisement
Vadodara : મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પોતાના કામકાજની સાથે સાથે નાગરિકો સાથેના પોતાના સરળ વર્તનના કારણે સૌના દિલ જીતી લીધા છે. શહેરના કમાટીબાગ (સયાજીબાગ) ખાતે આવેલા બેન્ડ સ્ટેન્ડ પર યુવા કલાકારો દ્વારા એક સંગીત મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

