Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara: ઉત્તરાયણ પર્વને લઈને મનપા એક્શન મોડમાં, વાહનચાલકોના ગળા કપાતા રોકવા અપનાવ્યો આ માસ્ટરપ્લાન

Vadodara: ઉત્તરાયણના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે આ પર્વ દરમિયાન પતંગ ઉડાવવાની ધૂમ રહેતી હોવાથી ચાઈનીઝ દોર કે સામાન્ય પતંગના દોરાથી વાહનચાલકોને ગંભીર ઈજા થવાના બનાવો બનતા હોય છે. આવા અકસ્માતોને રોકવા વડોદરા (Vadodara) મહાનગરપાલિકાએ વિશેષ તૈયારીઓ કરી છે. જુઓ શું છે મનપાનો માસ્ટરપ્લાન? ....
vadodara  ઉત્તરાયણ પર્વને લઈને મનપા એક્શન મોડમાં  વાહનચાલકોના ગળા કપાતા રોકવા અપનાવ્યો આ માસ્ટરપ્લાન
Advertisement
  • આગામી ઉત્તરાયણ પર્વને લઈ વડોદરા મનપાની (Vododara Municipal Corporation) તૈયારી
  • 17 ફ્લાયઓવર બ્રિજ પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી
  • પતંગની દોરીથી વાહનચાલકોને બચાવવા મનપા કટિબદ્ધ
  • વડોદરાના (Vadodara) નાગરિકોએ મનપાની કામગીરી બિરદાવી
  • વડોદરા મનપાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનું નિવેદન

Vadodara: ઉત્તરાયણના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે આ પર્વ દરમિયાન પતંગ ઉડાવવાની ધૂમ રહેતી હોવાથી ચાઈનીઝ દોર કે સામાન્ય પતંગના દોરાથી વાહનચાલકોને ગંભીર ઈજા થવાના બનાવો બનતા હોય છે. આવા અકસ્માતોને રોકવા વડોદરા (Vadodara) મહાનગરપાલિકાએ વિશેષ તૈયારીઓ કરી છે.

ઉત્તરાયણ પર્વને લઈ Vadodara મનપાની તૈયારી

આગામી ઉત્તરાયણ પર્વને લઈ વડોદરા મનપાએ શહેરના 17 ફ્લાયઓવર બ્રિજ પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરી છે. જેતલપુર, અટલાદરા, હરિનગર, ફતેહગંજ સહિત અન્ય મુખ્ય બ્રિજ પર આ તાર લગાવવામાં આવ્યા છે. આ તારોના કારણે પતંગના દોરા બ્રિજની નીચેના રસ્તા પર વાહનચાલકોના ગળા સુધી પહોંચતા અટકશે, જેથી ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સુરક્ષિત રહેશે. મનપા આ બાબતે પૂરી કટિબદ્ધ છે અને નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી છે.

Advertisement

Vadodara-VMC- Gujarat first

Advertisement

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નાગરિકોને કરી આ અપીલ

વડોદરા મનપાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, "નાગરિકોને પતંગના દોરાથી કોઈ ઈજા ન થાય તે માટે અમે ફ્લાયઓવર પર સેફ્ટી તાર લગાવ્યા છે. આ ઉપરાંત, ટુ-વ્હીલર ચાલકોને ગળામાં સ્કાર્ફ કે મફલર પહેરીને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. આનાથી વધારાની સુરક્ષા મળશે."ઘણા નાગરિકોએ કહ્યું કે, "કોર્પોરેશનની આ કામગીરી ખૂબ સારી છે.

Vadodara-VMC- Gujarat first

ઉત્તરાયણનો તહેવાર વધુ સુરક્ષિત અને આનંદમય બને તેવી આશા

આ તૈયારીઓથી ઉત્તરાયણનો તહેવાર વધુ સુરક્ષિત અને આનંદમય બનશે તેવી આશા છે. મનપા દ્વારા અન્ય સુરક્ષા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, જેથી શહેરવાસીઓ નિશ્ચિંતપણે પતંગ ઉડાવી શકે.

આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર હુમલો, 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×