VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ - 4 ના 570 કર્મીઓની હડતાલ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ
- 570 કર્મચારીઓએ કાળા કપડાં પહેરીને પ્રથમ દિવસે વિરોધ નોંધાવ્યો
- આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવાની ચિમતી ઉચ્ચારી
VADODARA : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત (VADODARA - VMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (NAGAR PRATHMIK SIKSHAN SAMITI) શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ - 4 ના કર્મચારીઓને આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. શિક્ષણ સમિતિની કચેરીના આંગણે 570 જેટલા કર્મચારીઓ હડતાલ પર બેઠા છે. તેમને કાયમી કરવા સહિતના લાભો આપવા માટે અગાઉ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા તે અંગે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આખરે તમામે આજથી હડતાલની શરૂઆત કરી છે. તૈયારીઓ જોતા આ હડતાલ લાંબુ ચાલે તો નવાઇ નહીં.
હું 10 સેકન્ડ રોકાઉ તેમ નથી
આગેવાને મીડિયાને કહ્યું કે, અમે 28 તારીખે અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં અમે જણાવ્યું હતું કે, અમે 4, જુન સુધી રાહ જોઇશું. ત્યાર બાદ જ્યાં સુધી તમે અમને કાયમી નહીં કરો ત્યાં સુધી અમે હડલાત પાડીશું. આટલા દિવસમાં તેમનો ગઇ કાલે મને ફોન આવ્યો હતો. જેમાં તેમણે મને જણાવ્યું કે, તમે 5 - 10 દિવસ રોકાઇ જાઓ, અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. જેથી મેં તેમને ના પાડી દીધી હતી. હું 10 સેકન્ડ રોકાઉ તેમ નથી.
રોજ અમે અલગ અલગ કાર્યક્રમો આપવાના છીએ
વધુમાં જણાવ્યું કે, અમારા પૈકી 4 ને પાલિકા અને સમિતિએ ભેગા મળીને કાયમી કર્યા, તે નિવૃત્ત થઇ ગયા બાદ તેમને પેન્શન આપવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તેને ડ્રાઇવર તરીકે બીજે નોકરીએ રાખવામાં પણ આવ્યો છે. જે રીતે ચારને કાયમી કર્યા તે રીતે અમને પણ કાયમી કરવા વિનંતી છે. આજે અમે કાળા કપડાં પહેર્યા છે. રોજ અમે અલગ અલગ કાર્યક્રમો આપવાના છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી સહિત અન્યને પોસ્ટ કાર્ડ પણ લખવાના છીએ.
કોર્ટમાં બધા ડોક્યૂમેન્ટ્સ જમા કરાવી દેવામાં આવ્યા છે
શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિપુલભાઇએ મીડિયાને જણાવ્યું કે, મામલો અત્યારે કોર્ટમાં છે. આ મામલે 15 જુલાઇ ના રોજ વધુ સુનવણી છે. અમે બધા તેની રાહ જોઇ રહ્યા છે. કોર્ટમાં બધા ડોક્યૂમેન્ટ્સ જમા કરાવી દેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા પણ એક સમિતિની રચના તૈયાર કરીને ડોક્યૂમેન્ટેશન કરી દેવામાં આવ્યું છે. તેમની માંગણી છે કે, કોર્ટ બહાર વિચારવામાં આવે, તે દિશામાં આગળ શું થાય તે જોઇએ. હમણાં તે અંગે કંઇ કહી શકાય નહીં. તાજેતરમાં તેમણે એક આરટીઆઇ કરી હતી. જેમાં તેમણે આરોપો લગાવ્યા છે. જેની અમે તપાસ કરાવી રહ્યા છીએ. તેઓ અમારા જ કર્મચારીઓ છે, અમારી સંવેદના તેમની જોડે છે. આ નીતિવિષયક બાબત છે, જેના ધારાધોરણ અનુસરવા પડે છે.
આ પણ વાંચો --- VADODARA : નંદેસરીની PAB ઓર્ગોનિક્સ કંપનીમાં ભીષણ આગ, ફાયરના લાશ્કરોએ બાજી સંભાળી