VADODARA : નંદેસરીની PAB ઓર્ગોનિક્સ કંપનીમાં ભીષણ આગ, ફાયરના લાશ્કરોએ બાજી સંભાળી
- નંદેસરીમાં આગની ઘટનાને પગલે અફરા તફરી મચી
- ફાયર જવાનોને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચ્યા
- આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી હોવાનું સ્થાનિક સુત્રોએ ઉમેર્યું
VADODARA : વડોદરા (VADODARA) ના નંદેસરી ઔદ્યોગિક વસાહત (NANDESARI GIDC) માં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (PAB ORGANICS PVT LTD) નામની કંપનીમાં આજે સવારે ભીષણ (FIRE - VADODARA) આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કિમી દુરથી કાળા ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાતા હતા. ઘટનાને પગલે આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી રહી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આગની ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા
વડોદરાના છેવાડે આવેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપની કેમિકલ ઇન્ટરમીડીયેટ અને ફાઇન કેમિકલ્સ જોડે સંકળાયેલું કાર્ય કરે છે. આજે સવારે કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગ ફેલાઇ હતી, અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. હાલ ફાયર જવાનોએ બાજી સંભાળી છે.
વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગૂંજી ઉઠ્યું
સ્થાનિકો સુત્રોના જણાવ્યા અનુસાર, આગની ગંભીરતાને ધ્યાને રાખીની નજીકની કંપનીઓને હાલ ખાલી કરાવવામાં આવી રહી છે. આગ લાગવાને પગલે વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા છે. જેને અંદાજીત બે કિમી દુરથી જોઇ શકાય તેમ છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગૂંજી ઉઠ્યું છે. ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવા માટે ચોતરફથી પાણીનો મારો ચલાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : મેરાકુવાની દૂધ મંડળીના મંત્રી-પ્રમુખ સામે ફરિયાદ નોંધવા હુકમ