VADODARA : નવરચના સ્કુલને બોમ્બ થ્રેટનો મેસેજ મળતા શાળા ખાલી કરાવાઇ
- નવરચના સ્કુલને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત વિવિધ શાખાઓના જવાનો દોડી આવ્યા
- વાલીઓને જાણ કરાતા સંતાનને લેવા સુધી શાળાએ પહોંચ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં આવેલી જાણીતી નવરચના સ્કુલ (NAVRACHNA SCHOOL, SAMA) ને વધુ એક વખત બોમ્બ થ્રેટનો (BOMB THREAT) મેસેજ મળ્યો છે. સોમવારે સવારે આ અંગેની જાણકારી સ્કુલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને (VADODARA POLICE) કરાતા વિવિધ શાખાઓના અધિકારીઓ દોડીને શાળાએ પહોંચ્યા છે. સાથે જ શાળા શરૂ થયાના કલાકમાં જ વાલીઓને તેમના સંતાનોને પરત લઇ જવા માટેનો મેસેજ મોકલી આપવામાં આવ્યો છે. જેને પગલે વાલીઓ સવાર સવારમાં બીજા બધા કામો પડતા મુકીને શાળાએ દોડ્યા છે. અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી - 2025 માં પણ નવરચના સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે, તે વખતે પોલીસ તપાસમાં કંઇ પણ વાંધાજનક મળી આવ્યું ન્હતું.
બોમ્બ થ્રેટનો મેસેજ મળતા ખળભળાટ મચી જવા પામ્યો
એકાદ સપ્તાહ પહેલા જ વેકેશન પૂર્ણ થઇને શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. રવિવારની રજા બાદ આજે ફરી સ્કુલો ખુલી છે. ત્યારે આજે સવારે શહેરની જાણીતી સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કુલને બોમ્બ થ્રેટનો મેસેજ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારની પાળીમાં શાળા રાબેતા મુજબ શરૂ થઇ હતી. તે માટે વિદ્યાર્થીઓ પણ આવી ગયા હતા. દરમિયાન બોમ્બ થ્રેટના મેસેજ અંગે જાણ થતા તુરંત પોલીસ વિભાગને માહિતગાર કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએથી પરત ઘરે લઇ જવા માટે જાણ કરવામાં આવી હતી.
અગાઉ પણ બોમ્બ થ્રેટ મળ્યો હતો
વાલીઓને અચાનક જાણ કરવામાં આવતા તેઓ તમામ કામો પડતા મુકીને શાળાએ પહોંચ્યા હતા. સાથે જ વડોદરા પોલીસની વિવિધ શાખાઓ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી, પીસીબી, બોમ્બ સ્કવોર્ડ, સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ પહોંચ્યા હતા. અને બોમ્બ થ્રેટ સામે જરૂરી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી - 2025 માં પણ સમા ખાતે આવેલી નવરચના સ્કુલને બોમ્બ થ્રેટને મેસેજ મળ્યો હતો. તે સમયે પોલીસ વિભાગ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંગે કશું વાંધાજનક મળી આવ્યું ન્હતું. જેથી તે સમયે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બોમ્બ થ્રેટને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા સઘન સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : માથાભારે કાસમઆલા ગેંગ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવા ગૃહવિભાગની મંજૂરી