Vadodara : લ્યો બોલો...હવે નકલી CBI અધિકારી ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભાંડો!
વડોદરામાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી વ્યવસાયે કડિયા કામ કરે છે.
Advertisement
- Vadodara માં નકલી CBI અધિકારી ઝડપાતા ચકચાર!
- પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને ખોટી ઓળખ આપી
- અધિકારીઓને શંકા જતા તેની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
- ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો પણ મળ્યા
Vadodara : વડોદરા શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી (Fake CBI Officer) ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપીને શબક શીખવાડ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. જો કે, પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે (Vadodara Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

