ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : લ્યો બોલો...હવે નકલી CBI અધિકારી ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભાંડો!

વડોદરામાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી વ્યવસાયે કડિયા કામ કરે છે.
11:15 PM Oct 31, 2025 IST | Vipul Sen
વડોદરામાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી વ્યવસાયે કડિયા કામ કરે છે.
Vadodara_Gujarat_first
  1. Vadodara માં નકલી CBI અધિકારી ઝડપાતા ચકચાર!
  2. પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને ખોટી ઓળખ આપી
  3. અધિકારીઓને શંકા જતા તેની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
  4. ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો પણ મળ્યા

Vadodara : વડોદરા શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી CBI અધિકારી (Fake CBI Officer) ઝડપાયો છે. પોલીસ ભવનમાં CBI અધિકારી તેમ જ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપીને શબક શીખવાડ્યો છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI અધિકારી હોવાની ઓળખ આપી હતી. જો કે, પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે (Vadodara Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની કમોસમી વરસાદ પર સમીક્ષા બેઠક, જાણો ખેડૂતો માટે શું કહ્યું?

Vadodara પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને ખોટી ઓળખ આપી

નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનો ભાંડો ફૂટતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBI નો અધિકારી હોવાની ઓળખ આપી રોફ જામાવ્યો હતો. જો કે, પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. પોલીસ પૂછપરછમાં વ્યક્તિની સચ્ચાઈ સામે આવી હતી. CBI અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાયે કડિયા કામ કરે છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ પણ વાંચો - Vav-Tharad : માતાને લાફો મારવાના મનદુઃખમાં ભાઈઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ, નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો પણ મળ્યા

પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી CBI નાં નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત, પત્રકારત્વનાં બોગસ કાર્ડ્સ (Fake Press Card) પણ જપ્ત કર્યા છે. તેની પાસેથી CBI પ્રેસ, CID ટ્રસ્ટ, ખાનગી ન્યૂઝ અને દિલ્હી ક્રાઈમ જેવી સંસ્થાઓનાં નકલી આઈ કાર્ડ્સ મળી આવ્યા છે. રાવપુરા પોલીસે (Raopura Police) આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે, આરોપીએ સરકારી અધિકારીની ખોટી ઓળખ આપીને ભૂતકાળમાં કોઈ ગુનો આચર્યો છે કે નહીં. સાથે જ, દિલ્હીની જે સંસ્થાઓનાં નામે કાર્ડ બનાવવામાં આવ્યા છે, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક કડિયા કામ કરતી વ્યક્તિએ આ પ્રકારે નકલી ઓળખ શા માટે ધારણ કરી તે અંગે પણ પોલીસે વધુ તપાસ આદરી છે.

આ પણ વાંચો - Strike : સરકારી સસ્તા અનાજ વેપારીઓની 1 નવેમ્બરથી હડતાલ : અનાજ વિતરણ સંપૂર્ણપણે રહેશે બંધ

Tags :
DelhiFake CBI officerFake Press CardGujaratFirstRaopura PoliceTop Gujarat NewsVadodaraVadodara Crime Newsvadodara police
Next Article