Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગુજસીટોકનો વધુ એક આરોપી રિમાન્ડ પર, રોકાણની તપાસ થશે

VADODARA : દારૂના ધંધામાંથી કમાયેલા રૂપિયાનું રોકાણ કરવા માટે અમદાવાદના અને જામનગરમાં અલ્પુના મિત્રની દુકાનમાં લઇ જતો હતો
vadodara   ગુજસીટોકનો વધુ એક આરોપી રિમાન્ડ પર  રોકાણની તપાસ થશે
Advertisement
  • ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • એક પછી એક કુખ્યાતકને હસ્તગત કરીને રિમાન્ડ મેળવાયા
  • આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ

VADODARA : તાજેતરમાં વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા અલ્પુ સિંધી, જુબેર મેમણ, કમલેશ ડાવર, રવિ દેવજાની સહિત 8 કુખ્યાત બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક (GUJCTOC - VADODARA) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ એક પછી એક કુખ્યાતને દબોચવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પોલીસે રવિ દેવજાનીની દારૂના ગુનામાં ધરપકડ કર્યા બાદ જુગસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન સામે આવ્યું કે, બુટલેગરો દ્વારા કરાયેલી કમાણીમાંથી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સહિતના અનેક મુદ્દે તપાસ કરવા માટેનો રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

અવર-જવર માટે અલ્પુ લક્ઝુરીયસ કાર મંગાવતો

વડોદરા પોલીસે વારસિયાના દાજીનગરમાં રહેતા રવિ બિમનદાસ દેવજાનીની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે, બુટલેગરોના દારૂના ધંધામાંથી કમાયેલી બિનહિસાબી રૂપિયાનું રોકાણ કરવા માટે અમદાવાદના કાલુપુર અને જામનગર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી અલ્પુ સિંધીના મિત્રની દુકાનમાં લઇ જતો હતો. ત્યાં અવર-જવર માટે અલ્પુ લક્ઝુરીયસ કાર મંગાવતો હતો. આ સાથે બુટલેગરોને પ્રોત્સાહન, સલાહ-સૂચન આપનારા લોકો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડર પર રહે છે, ત્યાં જઇને પણ તપાસ કરવામાં આવનાર છે.

Advertisement

30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

તથા પોલીસની ટીમે બુટલેગરોના રોકાણની પણ સઘન તપાસ કરનાર છે. પોલીસે રવિ દેવજાનીને કોર્ટમાં રજુ કરીને તેના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે તેના 7 દિવસના જ રિમાન્ડ મંજુર કર્યા છે. આ અગાઉ પોલીસે કમલેશ ઉર્ફે પપ્પુ ડાવરની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હું જજ છું, કહીને પાણીપૂરીવાળાને દમદાટી આપનાર વિરૂદ્ધ ફરિયાદ

Tags :
Advertisement

.

×