ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ચંડોળા તળાવથી ભાગેલા 30 બાંગ્લાદેશીઓની મેરેથોન પુછપરછ

VADODARA : ભાગીને ભોજ ગામે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરનાર ટેમ્પો ચાલક વિક્રમ ફતેસિંહ વાઘેલાના ઘરે આશરો લેવા માટે આવી પહોંચ્યા હતા
09:48 AM May 04, 2025 IST | PARTH PANDYA
VADODARA : ભાગીને ભોજ ગામે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરનાર ટેમ્પો ચાલક વિક્રમ ફતેસિંહ વાઘેલાના ઘરે આશરો લેવા માટે આવી પહોંચ્યા હતા

VADODARA : જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા બિનઅધિકૃત રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી (ILLAGAL BANGLADESHI AND PAKISTANI) નાગરિકો વિરૂદ્ધ મોટીકાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ (CHANDOLA TALAV - AHMEDABAD) ખાતે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી વ્યાપક ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ 200 જેટલા બિનઅધિકૃત વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે બે પરિવારના 6 પુરૂષ, 9 મહિલા અને 16 બાળકો ચંડોળા તળાવથી ભાગીને પાદરા તાલુકાના ભોજ ગામે રહેતા અને બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરનાર ટેમ્પો ચાલક વિક્રમ ફતેસિંહ વાઘેલાના ઘરે આશરો લેવા માટે આવી પહોંચ્યા હતા.

લગભગ સાત કલાક સુધી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી

આ અંગેની જાણ વડુ પોલીસ મથકના પીઆઇ કે.ડી. ભરવાડને થતા તેઓ સ્ટાફ સાથે તાત્કાલિક ભોજ ગામે દોડી ગયા હતા. અને તમામ 30 બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમને વડુ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. બાદમાં આ અંગે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ કરતી એજન્સીઓ સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી, સીઆઇડી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શનિવારે સવારે 10 થી સાંજના 5 - 30 કલાક સુધી તમામની મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી, એટલે કે લગભગ સાત કલાક સુધી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

વિવિધ પ્રશ્નોના સવાલ મેળવવાની દિશામાં વધુ તપાસ

ગુજરાતમાં છેલ્લા પાંચ સાત વર્ષ કરતા વધુ સમયથી ગેરકાયદે વસવાટ કરતા આ બન્ને પરિવારના 30 સભ્યો તેવી રીતે ભારતમાં પ્રવેશ્યા, એજન્ટને કેટલા રૂપિયા આપ્યા, ચંડોળા તળાવ ખાતે કોની છત્રછાયા હેઠળ વસવાટ કરતા હતા, બાંગ્લાદેશમાં રહેતા તેમના સગાઓ સાથે સંપર્કમાં હતા કે કેમ, ભારતમાં અન્ય કયા સ્થળે તેમના અન્ય સગાસંબંધી વસવાટ કરે છે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ તેમની મોબાઇલની કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : માંજલપુરમાં શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવાની હિલચાલ

Tags :
agencyBangladeshibhojcaughtChandolafamilyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsillegalInterrogatePadrarigorouslyVadodara
Next Article