VADODARA : PM મોદીની વાંધાજનક તસ્વીર મુકનાર કોંગી આગેવાનની ધરપકડ
- કોંગી આગેવાન દ્વારા વિવાદીત તસ્વીર શેર કરાતા ભારે વિરોધ
- મામલો પાદરા પોલીસ મથક પહોંચ્યો હતો
- પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
VADODARA : પહલગામ હુમલા બાદ ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઇ પણ પ્રકારને ઉશ્કેરણીજનક અથવા તો વિવાદીત પોસ્ટ મુકનારાઓ પર સઘન વોચ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં પાદરા (PADRA) જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગી આગેવાન ઘનશ્યામ પટેલ (CONGRESS LEADER ARREST) દ્વારા પીએમ મોદીની વાંધાજનક તસ્વીર મુકવામાં આવી હતી. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે ઘનશ્યામ પટેલની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિવાદીત તસ્વીરની જેમ જ આરોપીની તસ્વીર લેવામાં આવી હતી.
Vadodara કોંગ્રેસ નેતા ઘનશ્યામ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલી વિવાદાસ્પદ પોસ્ટને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વખોડી કાઢી
વડોદરાના પોલીસ મથકે ઘનશ્યામ પટેલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ મૂકી હતી વિવાદાસ્પદ પોસ્ટ #vadodara… pic.twitter.com/ypBYjublJs— Gujarat First (@GujaratFirst) May 16, 2025
તુરંત જ વિરોધનો વંટોળ ઉઠ્યો
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં ઘનશ્યામ પટેલે સોશિયલ મીડિયા પર એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી તસ્વીર શેર કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાંધાજનક રીતે દર્શાવવામાં આવ્યા હતા. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, આને ભારતમાં સાચા અર્થમાં પ્રજા જોવા માગે છે. જો કે, આ વિવાદીત અને વાંધાજનક પોસ્ટ અંગે તુરંત જ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. અને જોતજોતામાં મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો.
કોંગી આગેવાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ
સોશિયલ મીડિયના માધ્યમથી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થાય તેવું કૃત્ય કરનાર ઘનશ્યામ પટેલ વિરૂદ્ધ પાદરા પોલીસે તુરંત કાર્યવાહી આરંભી હતી. ગણતરીના સમયમાં જ પોસ્ટ આરોપીની અટકાત કરીને તેઓના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન નેતા અંગે અશોભનિય ફોટો મુકનાર કોંગી આગેવાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ દુશ્મન દેશ જોડે તણાવની પરિસ્થીતી વચ્ચે સોશિયલ મીડિયામાં વાંધાજનક સાહિત્ય મુકનારા અનેક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી બાદ પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
આ પણ વાંચો --- VADODARA : દુકાનમાં ચપ્પલની ખરીદી કરતી દિકરી પણ સુરક્ષિત નથી