ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટ્યો - ઋષીકેશ પટેલ

VADODARA : જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ- મકાન વિભાગના અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા
01:37 PM Jul 11, 2025 IST | PARTH PANDYA
VADODARA : જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ- મકાન વિભાગના અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા

VADODARA : વડોદરા જિલ્લાના પાદરા (VADODARA - PADRA) તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી (GAMBHIRA BRIDGE COLLAPSE) પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે (GUJARAT HEALTH MINISTER - RUSHIKESH PATEL) આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના (CM BHUPENDRA PATEL) આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે

માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.

તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી

તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે. તેમણે મીડિયા સાથેની વાતમાં વધુમાં ઉમેર્યું હતું કે, રેસ્ક્યૂની કામગીરીમાં કોઇ પણ પ્રકારે ખલેલ ના પહોંચે તે માટે અહિંયા તેઓ અથવા અન્ય કોઇ મંત્રી અત્યાર સુધી આવ્યા ન્હતા. પરંતુ તેઓ આજે સ્થિતીનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે.

આ પણ વાંચો ---- VADODARA : મહીસાગર નદીમાં સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ ટાળવા બ્રિજનો સ્લેબ તોડાશે

Tags :
#BridgeCollapseInquiry#CabinetMinisterVisit#GambhiraBridgeTragedy#RishikeshPatelStatementGujaratGujaratFirstVadodara
Next Article