VADODARA : મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કમિટી દ્વારા તપાસ આરંભાઇ
VADODARA : એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે
Advertisement
- પાદરામાં બ્રિજ તુટી પડવાની ઘટનામાં બીજા દિવસે પણ બચાવ કાર્ય તેજ
- સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી કમિટીના સભ્યો આવી પહોંચ્યા હોવાના અહેવાલ
- કલેક્ટર, જિલ્લા એસપી અને ધારાસભ્ય સહિત ટોચનું નેતૃત્વ સ્થળ પર
VADODARA : વડોદરા જિલ્લાના પાદરા (VADODARA - PADRA) તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી (GAMBHIRA BRIDGE COLLAPSE) પડ્યો હતો. આ બ્રિજ આણંદ અને વડોદરાને જોડે છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના ટ્રાફિક માટે મહત્વનો હતો.આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે, જ્યારે બ્રિજ પરથી બે ટ્રક, બે કાર, એક રિક્ષા, અને એક પિકઅપ વાન મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે તેમજ નદીમાં ગરકાવ વાહનોને બહાર કાઢવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી રહી છે. વાહનો બહાર નીકળવા માટે નદીના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

