Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 955 વર્ષની ઉંમર ધરાવતું, દેશનું સૌથી જૂનું બાઓબાબ વૃક્ષ પાદરામાં જીવંત

VADODARA : આ વૃક્ષો હજારો વર્ષ સુધી જીવી શકે છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનું અને ૨૪૫૦ વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે
vadodara   955 વર્ષની ઉંમર ધરાવતું  દેશનું સૌથી જૂનું બાઓબાબ વૃક્ષ પાદરામાં જીવંત
Advertisement
  • દેશનું હેરિટેજ વૃક્ષ વડોદરામાં આવેલું છે
  • આ વૃક્ષની જાળવણી માટે તંત્રએ અનેક નિર્ણયો બદલ્યા
  • વૃક્ષનો અભ્યાસ કરવા અનેક લોકો આજે પણ ગણપતપુરા આવે છે

VADODARA : વડોદરા (VADODARA) શહેર ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્મારકોનું ઘર રહ્યું છે. 'વડનું ઉદર' નામ થી જાણીતા વડોદરા શહેરમાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલ આશરે ૯૫૫ વર્ષ જુના ભવ્ય બાઓબાબ વૃક્ષનો (BAOBAB - TREE) પણ સમાવેશ થાય છે. જેને વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪ માં હેરિટેજ વૃક્ષ (HERITAGE TREE - VADODARA) જાહેર કરવામાં આવ્યું છે.

'હેરિટેજ વૃક્ષ' તરીકે સૂચિત કરવામાં આવ્યું

વડોદરા શહેરથી આશરે ૧૫ કિલોમીટર દુર પાદરા તાલુકાના ગણપતપૂરા (PADRA - GANPATPURA) ગામમાં મૂળ વિદેશનું બાઓબાબ વૃક્ષ આશરે ૯૫૫ કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે. આ વૃક્ષ મૂળ આફ્રિકામાં જોવા મળતું પરંતુ ભારતનું સૌથી વધુ આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. આ વૃક્ષની જાળવણી અને સંરક્ષણ માટે વનવિભાગ સહિત અનેક પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના આગેવાનોના પ્રયાસરત છે. જેના કારણે ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વન વિભાગ દ્વારા 'હેરિટેજ વૃક્ષ' તરીકે સૂચિત કરવામાં આવ્યું છે.

Advertisement

રેકોર્ડમાં સૌથી જૂનું અને ૨૪૫૦ વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે

ઊંધું વૃક્ષ તરીકે ઓળખાતા આ બાઓબાબ વૃક્ષ લાંબા સમય સુધી જીવતા પાનખર વૃક્ષો છે. આ વૃક્ષો હજારો વર્ષ સુધી જીવી શકે છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનું અને ૨૪૫૦ વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે. આ વૃક્ષો મૂળ આફ્રિકા, મડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં અમુક ભાગોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં હજારથી પણ વધુ વૃક્ષો જોવા મળે છે. પરંતુ ભારતમાં આવેલ બાઓબાબ વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતું ૯૫૫ વર્ષ કરતા વધુ જૂનું વૃક્ષ પાદરા તાલુકાના ગણપતપુરામાં આવેલું છે.

Advertisement

Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે

બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખુબજ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે. જેનો ઉપયોગ પાણીની અછત ના સમયે અથવા સૌથી અનાવૃષ્ટિમાં પણ લીલાછમ રહેવા સાથે પૌષ્ટિક ફળો પણ આપે છે. સૂકા આફ્રિકન પ્રદેશોમાં જમીનને ભેજવાળી રાખવામાં અને પોષકતત્વોના રિસાયકલિંગ પ્રક્રિયામાં ખુબજ આ વૃક્ષો મદદરૂપ થાય છે. આ વૃક્ષના વિશાળ પ્રસરાયેલા મૂળ જમીનના ધોવાણને પણ અટકાવે છે. જેના કારણે તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રકૃતિ, જૈવ વિવિધતા અને પર્યાવરણ સાથે આધ્યાત્મિક મહત્વ

ગણપતપુરા ગામમાં પ્રકૃતિની વચ્ચોવચ આવેલ મહાવૃક્ષનો ઘેરાવો લગભગ ૯૦ ફૂટનો છે. તેમાં લગભગ ૫૦ હજાર લિટર પાણી સંગ્રહિત ક્ષમતા છે. અને આ વૃક્ષના મૂળ આજુ બાજુના ગામ સુધી પ્રસરેલા છે. વધુમાં આ વૃક્ષ હજારો જૈવ સૃષ્ટિ માટેનું સુરક્ષિત ઘર પણ બન્યું છે. વડોદરામાં આવેલું આ વૃક્ષ સૌથી જૂનું વૃક્ષ હોવા સાથે પ્રકૃતિ, જૈવ વિવિધતા અને પર્યાવરણ સાથે આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. આ વૃક્ષને નુકસાન ન પહોંચે અને આધ્યાત્મિક મહત્વ થકી લોકો તેને બચાવવા માટે જાગૃત થાય તે માટે આ વિશાળ વૃક્ષના શીતળ છાંયડામાં અલખધણી રામાપીરનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર અને આ હેરિટેજ વૃક્ષ બન્નેનો મહિમા સચવાઈ રહ્યો છે.

કેટલાય કોંક્રિટ બાંધકામને પણ સ્થગિત કરવામાં આવ્યા

આ મહાવૃક્ષ સ્થાનિક ભાષામાં રૂખડો અથવા ઘેલું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષને જોવા માટે ગણપતપુરામાં પર્યાવરણશાસ્ત્રીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ તથા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેથી આ સ્થળને વિકસાવવા માટે વન વિભાગ દ્વારા વન કુટિર, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. બીજી તરફ મહાવૃક્ષની જતન અને સંવર્ધન માટે ગણપતપુરા અને રાયપુરાને જોડતા માર્ગ સહિત કેટલાય કોંક્રિટ બાંધકામને પણ સ્થગિત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રવૃતિ થકી આ વૃક્ષને હાની ના પહોંચે તે માટે વન વિભાગને અનેક પર્યાવરણ પ્રેમીઓએ આંદોલન પણ કર્યા છે.

જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભ

વડોદરા શહેર અને જિલ્લામાં આવા ૧૫૦-૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતા આશરે ૫-૬ વૃક્ષો છે. આ વૃક્ષો માત્ર એક પ્રાકૃતિક સ્મારક જ નથી, પરંતુ પાણીના સંગ્રહથી લઈને જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભો પૂરા પાડે છે. પર્યાવરણ દિવસના આ અવસરે, આપણે સૌ આ હેરિટેજ વૃક્ષ તમામ વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે પ્રતિબદ્ધ થઈએ. આવા અનોખા વૃક્ષોને ભાવિ પેઢીઓ માટે સાચવીએ, જેથી તે પ્રકૃતિની મહાનતા, પર્યાવરણીય સંરક્ષણનો સંદેશ અને કુદરતી સૌંદર્યને પ્રસરાવતા રહે.

આ પણ વાંચો --- Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

Tags :
Advertisement

.

×