Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લિફ્ટ બહાર વિકૃત આધેડે સગીરાને અડપલા કર્યા, આંખો-હાથથી ગંદા ઇશારા કરતો

VADODARA : સગીરા શાળામાં ભણવા જાય ત્યારે તે આવતા-જતા રસ્તા પર પીછો કરતો, અને આંખો-હાથ વડે ગંદા ઇશારા કરીને સતામણી કરતો
vadodara   લિફ્ટ બહાર વિકૃત આધેડે સગીરાને અડપલા કર્યા  આંખો હાથથી ગંદા ઇશારા કરતો
Advertisement
  • પાદરા પોલીસ મથકમાં આધેડ વિકૃત વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
  • સગીરાના ઘર પાસે જઇને અડપલાં અને પરેશાની થાય તેવું કૃત્ય કરતો
  • તેના કૃત્યો અંગે ઠપકો આપવા જતા મારઝુડ કરી

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા પોલીસ મથકમાં સગીરાની છેડતીનો ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. પોતાની દિકરીની ઉંમરની સગીરા જોડે આધેડે ઘરની બહાર લિફ્ટમાં અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સગીરા શાળામાં ભણવા જાય ત્યારે તે તેનો પીછો કરતો હતો, અને તેને આંખો અને હાથથી ગંદા ઇશારા કરતો હતો. આખરે આ અંગે તેને સમજાવવા જતા તેણે માર માર્યો હતો. આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે. વિકૃત આધેડ વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘર બહાર જ સગીરા જોડે વિકૃતિ આચરી

પાદરા પોલીસ મથકમાં આરોપી મનોજભાઇ ભીખાભાઇ પટેલ (ઉં. 42) (રહે. પાતળીયા હનુમાન રોડ, પાદરા) વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દ્વારા જાન્યુઆરી માસમાં સગીરાના ઘર બહાર તેની મરજી વિરૂદ્ધ અડપલાં કરીને વિકૃતિ આચરવામાં આવી હતી. ત્યાર બાદ સગીરા શાળામાં ભણવા જાય ત્યારે તે આવતા-જતા રસ્તા પર તેનો પીછો કરતો હતો. અને આંખો તેમજ હાથ વડે ગંદા ઇશારા કરીને સતામણી કરતો હતો.

Advertisement

ગમે તેમ ગાળો બોલીને વાળ પકડીને માર માર્યો

વિકૃત આધેડ આટલેથી નહીં અટકતા તે સગીરાના ઘરની બહાર ઉભા રહીને અવાર નવાર સતત હોર્ન મારીને પરેશાની ઉભી કરતો હતો. આ અંગે તાજેતરમાં બપોરના સમયે તેના ઘરે ઠપકો આપવા જતા તેણે સગીરા જોડે ગેરવર્તણુંક કરી હતી. અને ગમે તેમ ગાળો બોલીને વાળ પકડીને માર માર્યો હતો. આખરે વિકૃત આધેડ વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પીઆઇ વી. એ. ચારણ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ઠગ અપૂર્વ પટેલ અને સોહમ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસની તજવીજ

Tags :
Advertisement

.

×