ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કુખ્યાત નિલુ સિંધીના દારૂના ગોડાઉન પર દરોડા, 6 ની ધરપકડ

VADODARA : નિલુ સિંધીએ પોલીસને જોતા જ ઝાડી-ઝાંખરામાં દોટ મુકી હતી. પરંતુ રસ્તો પથરાળ હોવાના કારણે તે પોતાનું સંતુલન જાળવી શક્યો ન્હતો
07:33 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : નિલુ સિંધીએ પોલીસને જોતા જ ઝાડી-ઝાંખરામાં દોટ મુકી હતી. પરંતુ રસ્તો પથરાળ હોવાના કારણે તે પોતાનું સંતુલન જાળવી શક્યો ન્હતો

VADODARA : વડોદરા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની (VADODARA POLICE - PCB) ટીમો દ્વારા પ્રોહીબીશનના કેસો ડામવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં હરણી પોલીસ મથકની બદમાં હરિયાણાના નૂંહ જિલ્લા ખાતેના અપરાધ અનુશાસન શાખાના એએસઆઇ સંદિપ કુમાર તથા તેમની ટીમ તપાસ અર્થે આવી હતી. તેમણે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી નિલેશ ઉર્ફે હરેશ સિંધી (BOOTLEGGER NILU SINDHI - VADODARA) (રહે. સર્જનમ રેસીકોમ. ડી માર્ટ, ખોડિયાર નગર, વડોદરા) ની તપાસમાં આવી હોવાનું જણાવ્યું હતું. અને હરણી પોલીસ મથકમાં રીપોર્ટ આપીને મદદ માંગી હતી. જે બાદ પીસીબી અને હરણી પોલીસની ટીમો તપાસમાં જોડાઇ હતી. દરમિયાન નિલુ સિંધી ખોડિયાર નગર રોડ, સાંઇ શ્રદ્ધા સોસાયટી, પાસેથી મળી આવ્યો હતો. તેની અટકાયત કરીને તેને હરિયાણા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અડધો ડઝન આરોપી ઝડપાયા

તે બાદમાં નજીકમાં તેના દારૂના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ. 6.24 લાખના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સહિત કુલ મળીને રૂ. 28.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં નિલેશ ઉર્ફે હરેશ સિંધી (રહે. સર્જનમ રેસીકોમ. ડી માર્ટ, ખોડિયાર નગર, વડોદરા), કાલુ ઉર્ફે કાલુ ટોપી સુંદરદાર ટેલવાણી (રહે. વલ્લભ ઓરસીટ ડુપ્લેક્ષ, ન્યુ. વીઆઇપી રોડ, વડોદરા), પ્રશાંત રાજુભાઇ જાદવ (રહે. માધવનગર, આજવા રોડ, વડોદરા), દિપારામ તારારામ બેરડ (બંને રહે. શ્રી સિદ્ધનાથ પાર્ક, ખોડિયાર નગર, ડિ-માર્ટની બાજુમાં વડોદરા), રૂપારામ પુનમારામ નેણ (બંને રહે. શ્રી સિદ્ધનાથ પાર્ક, ખોડિયાર નગર, ડિ-માર્ટની બાજુમાં વડોદરા), તથા કાયદામાં સંઘર્ષમાં આવેલા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કારની નંબર પ્લેટ બદલીને કાર્યવાહી ચાલુ રાખી

સુત્રોના જણાવ્યા અનુસાર, નિલુ સિંધીનો પીછો હરિયાણા પોલીસ ત્યાંથી જ કરી રહી હતી. એક તબક્કે નિલુને શંકા ગઇ હોય તેમ પોલીસને લાગ્યું હતું. જેથી પોલીસે કારની નંબર પ્લેટ બદલીને કાર્યવાહી ચાલુ રાખી હતી. અને અંતે સફળતા મળી હતી. બીજી તરફ વડોદરામાં નિલુ સિંધીએ પોલીસને જોતા જ ઝાડી-ઝાંખરામાં દોટ મુકી હતી. પરંતુ રસ્તો પથરાળ હોવાના કારણે તે પોતાનું સંતુલન જાળવી શક્યો ન્હતો. અને તેની પાછળ પડેલી પોલીસના હાથે લાગી ગયો હતો.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

નિલેશ ઉર્ફે હરેશ સિંધી (રહે. સર્જનમ રેસીકોમ. ડી માર્ટ, ખોડિયાર નગર, વડોદરા) વિરૂદ્ધ વડોદરા શહેર-જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં 60 થી વધુ ફરિયાદ નોંધાઇ છે. તે 9 જેટલા વખત પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. તથા કાલુ ઉર્ફે કાલુ ટોપી સુંદરદાર ટેલવાણી (રહે. વલ્લભ ઓરસીટ ડુપ્લેક્ષ, ન્યુ. વીઆઇપી રોડ, વડોદરા) સામે વડોદરાના વિવિધ પોલીસ મથકમાં 13 જેટલા ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો --- VADODARA : સમતામાં 33 વર્ષ જૂનો ફ્લેટ ધરાશાયી, 4 નો આબાદ બચાવ

Tags :
andBootleggercaughtfoundGodownGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshardcoreHaryanainliquorPCBpoliceRaidVadodara
Next Article