VADODARA : PM નરેન્દ્ર મોદીને પોંખવા 20 હજાર મહિલાઓ હાજર રહેશે
- સંસ્કારી નગરી વડોદરામાં વડાપ્રધાનને ઉષ્માભેર આવકાર અપાશે
- શહેર ભાજપ અને પાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ
- ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી વડોદરા આવી રહ્યા છે
VADODARA : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) 26, મે ના રોજ ગુજરાતની મુલાકાતે (GUJARAT VISIT) છે. તેઓ દાહોદ અને ભૂજમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનાર છે. તે પહેલા તેઓ સવારે વડોદરા (VADODARA) માં રોડ શો યોજે તેવી શક્યતા છે. જેને લઇને પુરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ પહેલી વખત ટુંકા ગાળા માટે વડોદરાના મહેમાન બનનાર વડાપ્રધાન મોદીને પોંખવા માટે 20 હજાર જેટલી મહિલાઓ હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની તૈયારીઓ પૂરી કરવા માટે વહીવટી તંત્રએ કમર કસી લીધી છે.
વહીવટી તંત્ર અને શહેર ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરી દીધી
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી દુશ્મન દેશને સીધો દોર કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતાએ નવા ભારતનું આતંકવાદ વિરૂદ્ધ સખત વલણ દુનિયા સમક્ષ મુક્યું છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, 26 મે ના રોજ તેઓ દાહોદ અને ભૂજમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. આ વચ્ચે તેઓ 26, મે ના રોજ સવારે ટુંકા ગાળા માટે શહેરના મહેમાન પણ બનશે. તેઓ એક કિમી જેટલો રોડ-શો કરે તેવી શક્યતા છે. જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર અને શહેર ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરી દીધી છે.
રોડ પર રિસર્ફેસીંગ, ઝાડનું ટ્રીમીંગ સહિતની તૈયારીઓ શરૂ
સુત્રોના જણાવ્યા અનુસાર, રોડ-શો દરમિયાન વડાપ્રધાનને પોંખવા માટે આશરે 20 હજાર મહિલાઓ હાજર રહેશે. તમામ મહિલાઓ એક જ પ્રકારના સાડીના ડ્રેસ કોડમાં હાજર રહે તેવું સૂચન કરાયું છે. બીજી તરફ પાલિકા દ્વારા એરપોર્ટ રોડથી ખોડિયાર નગર સુધીના રોડ પર રિસર્ફેસીંગ, ઝાડનું ટ્રીમીંગ સહિતની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
એક કિમી સુધી મહિલા અને નગરજનો ઉભા રહેશે
સમગ્ર આયોજન અંગે વડોદરાના મેયર પિન્કીબેન સોનીનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીના સન્માન અને સ્વાગતમાં એક કિમી સુધી મહિલા અને નગરજનો ઉભા રહેશે. અને તેમને ઉષ્માભેર આવકાર આપશે. આ અંગે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી 26, મે ના રોજ સવારે 10-15 કલાકે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. જ્યાં એરપોર્ટમાં જ 15 મિનિટ સુધી તેમના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ પણ વાંચો --- IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો,કેન્દ્ર સરકારે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું


