Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : જાહેરમાં તલવાર અને ખંજરથી ખૌફ સર્જનારને કાન પકડાવતી પોલીસ

વડોદરાના વારસીયા પોલીસ મથકની હદમાં જાહેરમાં તલવાર અને ખંજર વડે હુમલો કરવા જતા હોવાની ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને વિવિધ ટીમો બનાવીને આરોપીને દબોચી લીધા છે. આ કૃત્ય જૂની અદાવતે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જાહેરમાં હીરોગીરી કરતા બંને આરોપીઓને દબોચીને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવવામાં આવી છે.
vadodara   જાહેરમાં તલવાર અને ખંજરથી ખૌફ સર્જનારને કાન પકડાવતી પોલીસ
Advertisement
  • વડોદરામાં જાહેરમાં ખૌફ સર્જવાનો પ્રયાસ કરનાર ઝબ્બે
  • વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી
  • બંને આરોપીઓને હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યા છે

Vadodara : તાજેતરમાં વડોદરાના (Vadodara) વારસીયા પોલીસ મથકમાં વૃંદાવન ટાઉનશીપ પાસા હે શખ્સો દ્વારા ચમન ટેકરા, હાથીખાના પાસે જાહેરમાં તલવાર અને ખંજર લઇને મારવા દોડ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે વારસીયા પોલીસ મથકમાં (Warasiya Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. અને ખૌફ ઉભો કરનાર તલવાર અને ખંજરની સામે કાનપટ્ટી પકડાવીને ઉઠક-બેઠક કરાવી દીધી છે. પોલીસની કામગીરીને પગલે કાયદો હાથમાં લેનાર લોકોમાં ડર પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ લોકો આ પ્રકારની ત્વરિત કાર્યવાહી તમામ કિસ્સાઓમાં થાય તેવી આશા સેવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×