ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કુખ્યાત અલ્પુ સિંધી આણી મંડળીને દબોચવા 8 ટીમો કામે લાગી

VADODARA : આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસે પાંચ ટીમો બનાવી છે. ડીસીબી બે ટીમ બનાવી છે, અને પીસીબીની ટીમ પણ કામે લાગી છે - DCP
12:04 PM Apr 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસે પાંચ ટીમો બનાવી છે. ડીસીબી બે ટીમ બનાવી છે, અને પીસીબીની ટીમ પણ કામે લાગી છે - DCP

VADODARA : વડોદરા (VADODARA) ના વારસીયાના એસ.કે. કોલોનીમાં રહેતો બુટલેગહર હેરી રમેશ લુધવાણીની કાર 15 એપ્રિલે ચિન્ટુ રાણા પાસેથી રવિ દેવજાણી લઇ ગયો હતો.કાર પરત ના આવતા હેરીએ રવિ પાસેથી કાર માંગી હતી. જે અલ્પુ સિંધી લઇ ગયો હોવાનું તેણે વળતા જવાબમાં જણાવ્યું હતું. રાત્રે અલ્પુ જોડે કાર માંગતા તેણે બરાબર ગાળો આપી હતી. તે બાદ રાત્રે હેરી તેના મિત્રો સાથે તાંદલજાથી ઘરે જતો હતો. દરમિયાન ફતેગંજ બ્રિજ પર તેનું મોપેડ આંતરીને અલ્પુ સિંધી, મુકેશ ગોસ્વામી, રવિ દેવજાણી, અને રાજુએ રોક્યો હતો. આ ઘટના સમયે હેરીના મિત્રો ત્યાંથી નાસી છુટ્યા હતા. ત્યાર બાદ તેને બેભાન થતા સુધી માર મારવામાં આવ્યો હતો. જે મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને આરોપીઓને શોધી કાઢવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે

ડીસીપી જુલી કોઠીયા (JULIE KOTHIYA - DCP, VADODARA) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ફતેગંજ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. જેમાં પીડિતને ચાર ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. હેરી લુધવાણીને માર મરાયો હતો. તેને અલ્પુ સિંધી, મુકેશ ગોસ્વામી, રવિ દેવજાણી, અને રાજુ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસે પાંચ ટીમો બનાવી છે. ડીસીબી બે ટીમ બનાવી છે, અને પીસીબીની ટીમ પણ કામે લાગી છે. આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. વારસિયામાં અગાઉ એક બનાવ બન્યો હતો. રવિ એ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ તેમની માથાકુટ થઇ હતી

વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, અલ્પુ સિંધી વડોદરા શહેર પોલીસ સામે પ્રોહીબીશન સહિત અનેક ગુનાઓ નોંધાયા છે. આરોપીના અગાઉના ગુનાને સંકલીત કરીને સખત કાર્યવાહી કરવામાં આવશે. હેરીની પુછપરછ કરવામાં આવી છે. અગાઉ તેમની માથાકુટ થઇ હતી. તે મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓ પીડિતને મારીને ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટના પોલીસના ધ્યાને આવતા તુરંત ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી. હેરી દ્વારા જે આરોપ મુકવામાં આવ્યા છે, જેનું ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન વારસિયા, સિટી અને ફતેગંજ પોલીસ મથક દ્વારા સંકલિત પ્રયાસોથી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --- VADODARA : અંધારી રાત્રે મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે મહિલા પર દુષ્કર્મ

Tags :
alpuandcaughtformGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHistoryOtherspolicesheetersindhiteamtoVadodara
Next Article