VADODARA : સમામાં પાણીના વિરોધ ટાણે પોલીસ કાર્યવાહીની તપાસ સોંપાઇ
VADODARA : ગતરોજ શહેરના સમા વિસ્તારમાં પાણી મામલે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિરોધ શરૂ થયાના થોડાક જ સમયમાં પોલીસ દ્વારા તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ તકે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે મામલે ભારે ઉહાપોહ થતા ડીસીપી કક્ષાના અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી છે. આજે આ સમગ્ર મામલે જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમણએ વિગતવાર માહિતી આપી છે. (HIGH RANK POLICE OFFICER TO INVESTIGATE MISBEHAVE WITH PROTESTING WOMEN CASE -VADODARA)
સિનિયર અધિકારીને તપાસ સોંપાઇ
વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલે મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે સમા વિસ્તારમાં પાણી મામલે વિરોધ સમયે ત્યાં પોલીસ હાજર હતી. તે સમયે મહિલાઓ સાથે થયેલા વર્તનનો મામલો અમારી સામે આવ્યો છે. તે અંગે સિનિયર અધિકારીને તપાસ સોંપાઇ છે. તેમાં જેનો પણ વ્યવહાર યોગ્ય ના હોવાનું સામે આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે વાત ધ્યાને આવી છે, જેમાં પાણી મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો. તેમાં રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે મામલે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર તરફથી કાર્યવાહી કરવામાં આવશે
વધુમાં જણાવ્યું કે, જે તે અધિકારી દ્વારા કરાયેલી આ કાર્યવાહી યોગ્ય હતી કે કેમ, અને તે કાયદાના દાયરામાં હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં ડીસીપી રેન્કના અધિકારી તપાસ કરશે. ઇન્કવાયરીના રીપોર્ટ બાદ શહેર પોલીસ કમિશનર તરફથી કાર્યવાહી કરવામાં આવશે. ઇન્કવાયરીમાં કયા સંજોગોમાં આ ઘટના ઘટી છે, કેમ આવો વ્યવહાર થયો છે, દુર્વ્યવહાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઇન્કવાયરીના રીપોર્ટના આધારે કાર્યવાહી થશે. આ તપાસમાં પીડિત મહિલાઓના નિવેદન પણ લેવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : બ્રિજનું બિનજરૂરી કાર્પેટીંગ રોકાવી પાલિકાના પૈસા બચાવતા કોર્પોરેટર