VADODARA : પોલીસે દારૂની મહેફીલ પર દરોડો પાડી 9 ને દબોચ્યા
VADODARA : સિટી વિસ્તારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની કન્ટ્રોલ રૂમ વર્ધી મળી, જે બાદ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી
Advertisement
- વડોદરામાં નવાપુરામાં દારૂની મહેફીલ પર પોલીસના દરોડા
- પોણો ડઝન લોકોની અટકાયત કરીને પોલીસ મથક લવાયા
- મોટા ભાગના આરોપીઓના મોઢા હસતા હોવાની તસ્વીરો સામે આવી
VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા પોલીસ મથક (NAVAPURA POLICE STATION) વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન શિન્દે કોલોનીમાં આવેલા ઘરમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની કન્ટ્રોલ રૂમ વર્ધી મળી હતી. જે બાદ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 9 ઇસમો મળી આવ્યા હતા. જે બાદ તમામની મુદ્દામાલ સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકેયના મોંઢા પર અફસોસ જોવા મળ્યો ન્હતો. ઉપરથી કેટલાકના મોંઢા હસતા હોય તેવી તસ્વીરો સામે આવી રહી છે.

