Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટેબલ ઉછાળી તોફાન મચાવતા તત્વોએ કાન પકડ્યા

VADODARA : રાત્રીના સમયે સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા દ્વારકાધીશ પાન પાર્લર નામની દુકાને સિગારેટની ખરીદી માટે દુકાનદારે પૈસા માંગ્યા હતા
vadodara   ટેબલ ઉછાળી તોફાન મચાવતા તત્વોએ કાન પકડ્યા
Advertisement

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયલર થયો હતો. જેમાં લબરમુછીયા યુવકો દ્વારા એકબીજા પર બેસવા માટેના ટેબલ ઉછાળીને તોફામ મચાવ્યું હતું. આ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવતા જ પોલીસ એક્શનમાં આવી હતી. અને ગણતરીના સમયમાં તોફાનો તત્વોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તમામને પોલીસ મથક લવાયા હતા. પોલીસ મથકમાં આવતા જ તમામે કાન પકડી લીધા હતા. (POLICE ACTION AGAINST VIRAL VIDEO OF THROWING TABLES CREATING RUCKUS - VADODARA)

સિગારેટની ખરીદી માટે દુકાનદારે પૈસા માંગ્યા

વડોદરામાં ટેબલ ઉછાળી તોફાન મચાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જે બાદ વાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. જેમાં ધ્યાને આવ્યું કે, રાત્રીના સમયે સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા દ્વારકાધીશ પાન પાર્લર નામની દુકાને સિગારેટની ખરીદી માટે દુકાનદારે પૈસા માંગ્યા હતા. જે અંગે લબરમુછીયાઓ દ્વારા બોલાચાલી કરીને મારામારી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ મામલે પોલીસે અનેકની અટકાયત કરી છે

તોફાન મચાવનારા તત્વો સામે મયંક પટેલ (રહે. વેદ રેસીડેન્સી, વાઘોડિયા) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ હીરોગીરી કરીને તોડફોડ મચાવનારા તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે અનેકની અટકાયત કરી છે. અટકાયત બાદ તમામો પોતાના કામ પકડી લીધા હતા. ઉપરોક્ત મામલે અજીત જયંતિભાઇ વાલા (રહે. ગંગાનગર, દંતેશ્વર રોડ, વડોદરા), ક્રિષ્ણકાંત નગીનભાઇ ઠાકોર (રહે. અનુ સોસાયટી, દંતેશ્વર રોડ, વડોદરા), શેરખાન પઠાણ (રહે. આદર્શ નગર, તરસાલી, વડોદરા) અને નરસિંહ ઉર્ફે અંકિત રતનસિંહ વણઝારા (રહે. રાજરત્ન સોસાયટી, દંતેશ્વર રોડ, વડોદરા) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : મહિના સુધી કંઇ ના કરવું પડે તેટલો મોટો હાથફેરો કરતા તસ્કરો

Tags :
Advertisement

.

×