VADODARA : ટ્રેનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત, FSL તપાસ માટે સેમ્પલ મોકલાયા
- બિનઅધિકૃત લોકોની તપાસ કરતી રેલવે પોલીસને લાગી લોટરી
- બાતમીના આધારે દરોડામાં શંકાસ્પદ માંસ ભરેલા પાર્લસ મળી આવ્યા
- પોલીસે મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભર અને દેશભરમાં બિનઅધિકૃત નાગરિકો વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગતરાત્રે વડોદરા તરફ આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં બિનવારસી પાર્સલ મળી આવ્યા હતા. આ પાર્સલમાંથી શંકાસ્પદ માંસ (SUSPECTED MEAT) નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ માંસ કયા પ્રાણીનું છે, તે ચોક્સાઇ પૂર્વક જાણવા માટે સેમ્પલોને એફએસલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. અને જીવદયા પ્રેમી નેહા પટેલ પણ દોડી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
16 કોથળા ભરેલા પાર્સલમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું
વિતેલા કેટલાય દિવસથી વડોદરાના રેલવે સ્ટેશન પર પોલીસ અને વિવિધ બ્રાન્ચ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું છે. દરમિયાન અમૃતસરથી વડોદરા તરફ આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં લઇ જવાતા પાર્લસમાં શંકાસ્પદ માંસ હોવાની બાતમી મળતા પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ અને વડોદરા રેલવે પોલીસનું ડી સ્ટાફ તથા વોલંટીયર્સ તૈનાત થઇ ગયા હતા. ટ્રેન આવતા તેમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન 16 કોથળા ભરેલા પાર્સલમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ કોથળામાંથી મળેલું માંસ કયા પ્રાણીનું છે, તે જાણવા માટે એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
વધુ વિગત જાણવા આસપાસના મુસાફરોની પુછપરછ કરવામાં આવી
આ રેલવેના પાર્સલમાં ગૌ માંસ હોવાની આશંકાને પગલે પ્લેટફોર્મ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ પાર્સલ અંગે વધુ વિગત જાણવા આસપાસના મુસાફરોની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેમાં કોઇ નક્કર મળી ના હોવાનું સપાટી પર આવી રહ્યું છે. હવે એફએસએલના રીપોર્ટમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : પોકલેન મશીનના પાવડાથી મહાકાય કાચબો વિંધાયો