VADODARA : રાજારાણી તળાવ આસપાસ દબાણોનો રાફડો, નોટીસ બાદ કાર્યવાહીની વાટ
- અમદાવાદના ચંડોળા તળાવ બાદ વડોદરામાં પણ તે રીતની કાર્યવાહી કરવા સાંસદની માંગ હતી
- આ બાદ વડોદરાના પાણીગેટના રાજારાણી તળાવ કિનારે આવેલા ગેરકાયદેસર ઝૂંપડા ચર્ચામાં આવ્યા
- પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા આ અંગેની નોટીસ ફકટારવામાં આવી છે
- સ્થાનિકો દ્વારા વૈકલ્પિત વ્યવસ્થાના ભાગરૂપે ઘરની માંગણી કરવામાં આવી છે
VADODARA : અમદાવાદના ચંડોળા તળાવ (AHMEDABAD - CHANDOLA TALAV) આસપાસના વિસ્તારમાં સેંકડો બિનઅધિકૃત રીતે રહેતા અને ધંધો કરતા બાંગ્લાદેશી પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા મેગા ડિમોલીશન કાર્યવાહી કરીને તેને દુર કરવામાં આવ્યા છે. આ બાદ વડોદરામાં પણ આ પ્રકારના દબાણો હોવાનો મત સાંસદે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ વડોદરાનું રાજારાણી તળાવ (RAJARANI TALAV - VADODARA) ચર્ચામાં આવ્યું છે. આ તળાવની આસપાસ સેંકડો પરિવારો બિનઅધિકૃત રીતે ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે. જેનાથી દબાણ સર્જાયું છે. ડિસેમ્બર માસમાં તંત્ર દ્વારા મકાન ખાલી કરવા અથવા તો તેના પૂરાવા રજુ કરવા માટેની મુદત આપી હતી. જે બાદ મોટી કાર્યવાહીની વાટ જોવાઇ રહી છે.
મામલતદાર દ્વારા મકાનોને નોટીસ ફટકારવામાાં આવી
અમદાવાદની જેમ વડોદરાના પાણીગેટમાં આવેલા રાજારાણી તળાવ આસપાસ પણ ગુજરાત બહારના લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે. આહિંયા 160 થી વધુ કાચા પાકા મકાનો બનાવીને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં આ લોકો દ્વારા પોતાની સુગમતા ખાતર આજવાથી આવતી પાણીની મુખ્ય લાઇનને પણ છોડી નથી. તેના પર પણ મકાનો બનાવી દેવામાં આવ્યા છે. આ અંગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા મકાનોને નોટીસ પણ ફટકારવામાાં આવી છે. પરંતુ ત્યાર હવે વધુ કાર્યવાહીની વાટ જોવાઇ રહી છે.
અમારે ઘરની બદલે ઘર જોઇએ
સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ અહિંયાથી જવા માટે તૈયાર છે. પરંતુ તેમને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરવામાં આવી રહી છે. તેણે ઉમેર્યું કે, મારા લગ્નનને 26 વર્ષ થયા છે. માારા સાસુૃ-સસરા અહિંયા 70 વર્ષથી રહે છે. હમણાં પાલિકા દ્વારા અવ્યા હતા. નોટીસ આપીને જતા રહ્યા છે. અમે અમારા બાળકોને લઇને ક્યાં જઇશું. અમારે ઘરની બદલે ઘર જોઇએ. તંત્ર દ્વારા ઝૂંપડાને ખાલી કરવા અથવા તો તેના પુરાવા રજુ કરવા માટેની નોટીસ ફટકારી છે. આ તળાવ વડોદરાના ઐતિહાસિક તળાવ હોવાનું મનાય છે.
આ પણ વાંચો --- VADODARA : નદીના રિવાઇવલ પ્રોજેક્ટ વચ્ચે દુષિત પાણીનો નિકાલ જારી