VADODARA : દુષ્કર્મ કેસના તપાસ અધિકારી PSI સામે ઉઠ્યા સવાલ
- તપાસ અધિકારીએ પરોક્ષ રીતે દબાણ કર્યું હોવાનો આરોપ
- પીડિતાએ લગ્ન માટે સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવતા આરોપીનો ભેટો થયો
- બંને વચ્ચે વિશ્વાસ બેસતા વાત લગ્ન સુધી પહોંચી હતી
- આરોપીએ પીડિતાનો ફાયદો ઉઠાવી ધાકધમકી આપી
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં લગ્નની લાલચે રૂ. 18.89 લાખની રકમ પડાવી લીધા બાદ યુવતિ પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી પીડિતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આખરે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મમામલે તપાસ અધિકારી પીએસઆઇ દ્વારા સમાધાન કરવા માટેનું પરોક્ષ રીતે દબાણ કરવામાં આવતું હોવાના આરોપસર પીડિતાએ શહેર પોલીસ કમિશનરને અરજી આપી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
યુવતિના પૈસે બે આઇફોન ખરીદ્યા
બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વડોદરકામાં રહેતી યુવતિએ મેટ્રીમોની સાઇટ પર લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ તેનો સંપર્ક અભિષેક નંદવાણી જોડે થયો હતો. તે પોતે અપરિણીત હોવાનું અને સુરતમાં બિઝનેસ ધરાવતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં વિશ્વાસ બેસતા લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અભિષેકે યુવતિના પૈસે બે આઇફોન ખરીદ્યા હતા. ત્યાર બાદ નાંણાની જરૂરત છે, તેમ જણાવીને તબક્કાવાર રીતે કુલ રૂ. 18.89 લાખ પડાવ્યા હતા. આ દરમિયાન પીડિતાને સુરત, મુંબઇ અને લોનાવાલા ખાતે બોલાવીને લગ્નની લાલચે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
પીએસઆઇ આર. એન. પ્રસાદને સોંપવામાં આવી
આ ઘટનાક્રમ બાદ પીડિતાને અભિષેક પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. અભિષેકે પીડિતાના વીડિયો ઉતારી લીધા હતા. અને તેને વાયરલ કરવાની વારંવાર ધમકી આપતો હતો. આખરે આ મામલે પીડિતાએ ફરિયાદ નોંધવતા આરોપી અભિષેકની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ પીએસઆઇ આર. એન. પ્રસાદને સોંપવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદથી તેઓ દ્વારા ફરિયાદીને સમાધાન કરી લેવા માટે દબાણ કરરવામાં આવતું હોવાનો આરોપ લગાડવામાં આવતો હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાને ન્યાય નહીં મળે તેવી આશંકા વ્યક્ત કરતા પોલીસ કમિશનરને અરજી કરી છે. અને આ મામલાની તપાસ અન્ય તપાસ અધિકારીને સોંપવા માટે રજુઆત કરી છે.
આ પણ વાંચો --- VADODARA : દૂધ મંડળીના કૌભાંડમાં સંડોવાયેલા બેંક એકાઉન્ટ સીઝ, ચેરમેને કહ્યું, 'સજા અપાવીશું'