Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : મોડી રાત્રે 10 થી વધુ રીક્ષા-ટેમ્પોમાં તોડફોડ, નુકશાનથી માલિક વ્યથિત

ગતરાત્રે વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માંજલપુર જીઆઇડીસી રોડ પર સાઇડમાં પાર્ક કરેલા 10 થી વધુ રીક્ષા અને ટેમ્પોના કાચ એકસાથે તોડી નાંખવામાં આવ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માલિક જ્યારે ધંધા-રોજગાર અર્થે જવા વાહન નજીક પહોંચ્યા ત્યારે તેમને આ વાતની જાણ થઇ હતી. આખરે આ મામલો મીડિયામાં ઉજાગર થતા હવે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે.
vadodara   મોડી રાત્રે 10 થી વધુ રીક્ષા ટેમ્પોમાં તોડફોડ  નુકશાનથી માલિક વ્યથિત
Advertisement
  • માંજલપુર જીઆઇડીસીમાં મોટી ઘટના સામે આવી
  • મોડી રાત્રે અજાણ્યા શખ્સે પાર્ક કરેલા રીક્ષા-ટેમ્પોમાં તોડફોડ મચાવી
  • વહેલી સવારે ધંધા અર્થે ચાલકો નીકળવા જતા ઘટનાની જાણ થઇ

Vadodara : વડોદરા (Vadodara) ના માંજલપુર જીઆઇડીસી રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુરમાં રસ્તા પર રીક્ષા-ટેમ્પો પાર્ક કરીને રાત્રે ગયેલા ચાલકોને સવારે મોટું નુકશાન (Rikshaw - Tempo Glass Broke - Vadodara) પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સ દ્વારા એક સાથે અનેક રીક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. જેને પગલે રીક્ષા-ટેમ્પોના માલિકોની મુશ્કેલી વધી છે. મોટા ભાગના વાહન માલિકોનું કહેવું છે કે, તેમની કોઇના જોડે દુશ્મની નથી. છતાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેને પગલે હવે તેઓ વહીવટી તંત્ર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.

Advertisement
Advertisement

અમને ન્યાય જોઇએ

સ્થાનિક રીક્ષા ચાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું રાત્રે 9 - 30 વાગ્યે રીક્ષા લાવીને મુકું છું. અને સવારે 4 - 30 કલાકે રીક્ષા લઇને કામ પર જતો રહું છું. અમે કોઇને નડતા નથી, અમે એકદમ બાજુમાં રીક્ષા મુકીએ છીએ. આજે સવારે અમે આવ્યા ત્યારે અનેક રીક્ષામાં તોડફોડ મચાવવામાં આવી છે. અમારી કોઇના જોડે કોઇ દુશ્મની નથી. ત્રણ ટેમ્પા અને બીજી 7 રીક્ષામાં તોડફોડ કરવામાં આવી છે. અન્યએ જણાવ્યું કે, આજે સવારે હું આવ્યો ત્યારે, મારી રીક્ષાના કાચ તુટ્યા છે. મારી કોઇની જોડે કોઇ બબાલ નથી. અમારી રીક્ષાઓ તોડીને અજાણ્યા લોકો નાસી ગયા છે. અહિંયા રીક્ષામાં તોડફોડ, તેના પર પથ્થર મારવા, તથા રીક્ષાના ટાયરો ખોલી નાંખવા, હવે સામાન્ય બાબત બની છે. અમારી તંત્રને એક રજુઆત છે, કે અમને ન્યાય જોઇએ.

Advertisement

રાત્રી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા પામ્યા

અત્રે નોંધનીય છે કે, આ દિપાવલી પર્વ પર દિવાળીનવી રાતથી લઇને ગતરોજ સુધી કોઇને કોઇ મોટી ઘટના સામે આવી રહી છે. પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરીને નબિરાઓ પર કાબુ મેળવવા જાય, ત્યારે આવા વાહનમાં તોડફોડ મચાવાની નુકશાન પહોંચાડવાના કિસ્સાઓ બની જાય છે. જેના કારણે પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા પામ્યા છે. હવે આ કિસ્સો સામે આવ્યા બાદ કેટલા સમયમાં પોલીસ આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો ------  Vadodara : Reel બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, પછી..!

Tags :
Advertisement

.

×