VADODARA : અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને બચાવી પોણા ત્રણ લાખના દાગીના પરત કરાયા
VADODARA : દૂમાડ ચોકડી પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં સવાર પાસેના કિંમતી દાગીના પરિવારજનને બોલાવી સોંપાયા
Advertisement
- 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પડાયું
- અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના દાગીના સલામત રીતે પરત કરાયા
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના દુમાડ ચોકડી નજીક હોટેલ તુલીપ પાસે રવિવારની સાંજે એક ગંભીર રોડ અકસ્માત (ROAD ACCIDENT) ની ઘટના બની હતી. જેમાં એક બાઈકસવાર યુવક લોડિંગ ટ્રક પાછળ ટકરાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ (108 AMBULANCE) ત્યાં પહોંચી ગઇ હતી.

