ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગ્રામ્ય LCB એ રૂ. 1.73 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો, ટેન્કરમાં ગેસ કટરથી કાપીને રસ્તો બનાવ્યો

VADODARA : અટકાયત બાદ પોલીસે ટેન્કરમાં પ્રવેશવા માટેનો રસ્તો શોધવા ભારે મથામણ કરી હતી. આ કરવામાં સાંજની રાત થઇ ગઇ હતી.
06:56 PM Jul 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : અટકાયત બાદ પોલીસે ટેન્કરમાં પ્રવેશવા માટેનો રસ્તો શોધવા ભારે મથામણ કરી હતી. આ કરવામાં સાંજની રાત થઇ ગઇ હતી.

VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની (VADODARA RURAL POLICE - LCB) ટીમોએ બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) ના હદ વિસ્તારમાં એલસીબીની ટીમો દ્વારા વોચ ગોઠવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ જ્વલનશીલ લખેલું ટેન્કર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. બાદમાં તેમાં શું છે તે જાણવા માટે પ્રવેશનો રસ્તો શોધવા ભારે મથામણ ચાલી હતી. આખરે ફાયર બ્રિગેડને સાથે રાખીને પોલીસે ગેસ કટર વડે કાપીને રસ્તો બનાવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 1.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જ્વલનશીલ પદાર્થ લખેલું હોવાથી પોલીસ કોઇ રિસ્ક લઇ શકે તેમ ન્હતી

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ગ્રામ્ય એસલીબીની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી મુંબઇ-દિલ્હી હાઇે પર થઇને વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે. જે બાદ ટીમોએ કરજણ પોલીસ મથકની હદમાં વોચ ગોઠવી હતી. તેવામાં બાતમીથી મળતું ટેન્કર આવતા તેને રોકવામાં આવ્યું હતું. તેમાં ચાલક મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ ફગલુરામ ઉમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ટેન્કરમાં પ્રવેશવા માટેનો રસ્તો શોધવા ભારે મથામણ કરી હતી. આ કરવામાં સાંજની રાત થઇ ગઇ હતી. બીજી તરફ ટેન્કર પર જ્વલનશીલ પદાર્થ લખેલું હોવાથી પોલીસ કોઇ રિસ્ક લઇ શકે તેમ ન્હતી.

આ દારૂનો જથ્થો અંદર કયા રસ્તે મુકવામાં આવ્યો તે વાત પોલીસ માટે કોયડો જ છે

બાદમાં ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવી હતી. તેમની હાજરીમાં જ ટેન્કરના પાછળના ભાગે ગેસ કટર વડે કાપીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. ટેન્કરમાં રૂ. 1.73 કરોડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે તમામ મળીને કુલ રૂ. 1.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હજી પણ આ દારૂનો જથ્થો અંદર કયા રસ્તે મુકવામાં આવ્યો તે વાત પોલીસ માટે કોયડો જ છે.

રાજસ્થાનની લોહારૂ બોર્ડરનું લોકેશન તેને મોકલવામાં આવ્યું

આ કાર્યવાહીમાં ચાલકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, બાડમેરના રૂગારામ જાખડે ગુજરાતમાં વિદેશી દારૂની ગાડીઓ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશપ્રસાદ (રહે. સિકર, રાજસ્થાન) અને મુનીમ મનીષ ભાઇજી (રહે. રાજસ્થાન) નો સંપર્ક કરાવ્યો હતો. આજથી સાત દિવસ પહેલા હરિયાણા અને રાજસ્થાનની લોહારૂ બોર્ડરનું લોકેશન તેને મોકલવામાં આવ્યું હતું. અને ત્યાંથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર લઇને ગુજરાત અમદાવાદ તરફનું લોકેશન આપ્યું હતું. આ મામલે ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ---- તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 16 પેટ્રોલ-ડીઝલ પંપને ફટકારાયો દંડ

Tags :
aftercaughtcutcutterfull ofgasGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLCBliquormakeruralTankerVadodaraway
Next Article