ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : મહંત સીતારામદાસજીએ શાસ્ત્રોના સૂત્રોથી સિંચ્યું 'મોડેલ પ્રાકૃતિક કૃષિ ઉપવન'

Vadodara : ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી
01:28 PM Sep 11, 2025 IST | PARTH PANDYA
Vadodara : ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી

Vadodara : વડોદરાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલો શ્રી રામાનંદ આશ્રમ, (Shree Ramanand Ashram - Karjan) આધ્યાત્મિક શાંતિ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ (Cow Based Model Farm) નું અનોખું ઉદાહરણ છે. આ આશ્રમના મહંત સીતારામદાસ મહારાજે માત્ર ભક્તિમાર્ગ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમનો પણ માર્ગ દર્શાવ્યો છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને 'જળ, જમીન અને જન'ની સેવા કરી રહ્યા છે.

આશ્રમની જગ્યામાં ગૌસેવા કરવાની શરૂઆત

મહંત સીતારામદાસજી મહારાજ વર્ષ ૧૯૯૧ માં પોતાના ગુરુજી પંડિત શ્રી અખિલેશ્વર મહારાજની આજ્ઞાથી નર્મદા મૈયાના કિનારે અને પ્રકૃતિના ખોળે વસેલા એવા કરજણ તાલુકાના કહોણા ગામે આવીને આશ્રમ સ્થાપીને પ્રભુ ભક્તિમાં જોડાયા હતા. મહંતજી તેમના ગુરુજી સાથે અહીં રહ્યા અને આ જગ્યા પર ભજન-કીર્તન કરવા સાથે તેમના આશ્રમની જગ્યામાં ગૌસેવા (Cow Shelter - Karjan) કરવાની શરૂઆત કરી.

જીવામૃત અને ઘન જીવામૃત જાતે જ બનાવે

ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની (Cow Based Model Farm) શરૂઆત કરી દીધી હતી. આજે આશ્રમમાં રાખવામાં આવેલી ૮૦ જેટલી દેશી ગાયો, ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે તે સાથે જીવામૃત અને ઘન જીવામૃત પોતાના જાતે જ બનાવે છે.

પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મબલખ પાક

આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (Cow Based Model Farm) દ્વારા મહંતજી તેમના ૧૫ વીઘા જમીનમાં લીંબુ, ખજૂર, હળદર અને વિવિધ ફળો- શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં આજે ૫૨૦ જેટલા લીંબુના ઝાડ છે. લીંબુ સાથે સીઝનલ ખેતીમાં ગુલાબ, સહિત ફળોમાં પણ પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મબલખ પાક મળી રહ્યો છે.

આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો

તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા 'મોડેલ ફાર્મ' (Cow Based Model Farm) તરીકે ઓળખ આપી છે. તેમના ખેતરમાં ખાસ કરીને લીંબુ અને ફળોનું ઉત્પાદન એટલું બધું થાય છે કે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન માટે અહીં આવે છે. મહંતજીની આ પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે. આત્મા દ્વારા જીવામૃત- ઘનજીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની પણ સહાય આપવામાં આવી છે.

આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક

ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના (Cow Based Model Farm) કરવા સમાન છે, આ વિચારને મહંતજી એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના જીવનમાં ઉતારીને પુરવાર કર્યું છે. તેઓના મતે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે. તેમના આશ્રમમાં બનાવેલું 'મોડેલ ફાર્મ' એ વાતનો જીવંત પુરાવો છે.

પ્રકૃતિ આપણને પુષ્કળ ફળ આપશે

પ્રાકૃતિક ખેતી (Cow Based Model Farm) વિશે મહંતજી શ્રી સીતારામદાસ મહારાજ જણાવે છે કે, જીવનનો સાચો હેતુ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા પણ છે. આપણે પ્રકૃતિની સંભાળ રાખીશું, તો પ્રકૃતિ પણ આપણને પુષ્કળ ફળ આપશે. જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થકી પ્રકૃતિનું શોષણ કરીશું તો પ્રકૃતિ પણ આપણું શોષણ કરશે.

2000 લોકોએ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

આ આશ્રમ માત્ર પૂજા-પાઠનું કેન્દ્ર નથી, પણ પ્રાકૃતિક ખેતીના શિક્ષણ (Cow Based Model Farm) અને જાગૃતિનું પણ કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે અને આશ્રમ દ્વારા ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે. આસપાસના ગામના પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને વિનામૂલ્યે જીવામૃત અને ઘનામૃત પણ આપે છે.

પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન

આટલુજ નહીં, શ્રી રામાનંદ આશ્રમમાં ભક્તિ અને જ્ઞાનનું વાતાવરણ અવિરત રહે છે. અહીં અખિલેશ્વર મહાદેવ, શ્રી શનિદેવ, શ્રી સર્વેશ્વર ગણપતિ અને શ્રી હસમુખા હનુમાનજી બિરાજમાન છે, અને શાસ્ત્રીય પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન થાય છે. અહીં આ આશ્રમમાં નર્મદા પરિક્રમા, નર્મદા જયંતી, ચૂંદડી ઉત્સવ, અને હનુમાન જયંતી જેવા પર્વો ભવ્યતાથી ઉજવવામાં આવે છે.

આધ્યાત્મ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતીનો સંગમ

મહંત શ્રી સીતારામદાસ મહારાજનો આ આશ્રમ ખરા (Cow Based Model Farm) અર્થમાં "આધ્યાત્મ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી" નો અનોખો સંગમ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે, "સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:," મહંતજીએ આ ઉક્તિને પોતાની પ્રાકૃતિક ખેતી દ્વારા સાર્થક કરી બતાવી છે.

આ પણ વાંચો ------ Vadodara : પોલીસે હેલ્મેટની લોકજાગૃતિના પ્રયાસો તેજ કર્યા, ACP ખુદ રસ્તા પર ઉતર્યા

Tags :
CowBasedFarmingCowBasedModelFarmGujaratFirstgujaratfirstnewsModelFarmSaintCowShelterVadodaraKarjan
Next Article