ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સમતામાં 33 વર્ષ જૂનો ફ્લેટ ધરાશાયી, 4 નો આબાદ બચાવ

VADODARA : ઘટનાને પગલે અહિંયા રહેતા 3 જેટલા પરિવારો ભાગ્યા હતા. ઘડાકાભેર સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકો રોડ પર દોડી આવ્યા હતા
07:03 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઘટનાને પગલે અહિંયા રહેતા 3 જેટલા પરિવારો ભાગ્યા હતા. ઘડાકાભેર સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકો રોડ પર દોડી આવ્યા હતા

VADODARA : વડોદરા (VADODARA) ના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ પાસે ત્રણ માળનો સુર્યકિરણ ફ્લેટ રાત્રે ધરાશાયી (OLD BUILDING COLLAPSE - VADODARA) થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત 1 યુવકનો બહાર નીકળી જવાના કારણે બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટર, જોઇન્ટ પોલીસ કમિશનર, ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો. કોઇ દબાયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોડી રાત સુધી લાશ્કરોએ જેસીબીથી કાટમાળ હટાવ્યો હતો.

જેસીબી થકી કામગીરી કરવામાં આવી

સુર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ ચાલી રહ્યું છે. રવિવારે મોડી રાત્રે આ ફ્લેટના મકાનનો ભાગ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. ઘટનાને પગલે અહિંયા રહેતા 3 જેટલા પરિવારો ભાગ્યા હતા. ઘડાકાભેર સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકો રોડ પર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ પણ દોડી આવ્યા હતા. જર્જરિત ફ્લેટના કાટમાળમાં કોઇ દબાયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે તુરંત જેસીબી થકી કામગીરી કરવામાં આવી હતી.

ડ્રિલર વડે કામગીરી કરવામાં આવતા બિલ્ડિંગ વાઇબ્રેટ થતી

સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરેએ મીડિયાને જણાવ્યું કે, ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોર પર રિનોવેશન ચાલી રહ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ટીશનની દિવાલ હટાવી લેવામાં આવી છે. તેમાં ડ્રિલર વડે કામગીરી કરવામાં આવતા બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. તેના કારણે ફ્લેટ ધરાશાયી થયો હોય તેમ લાગે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, કંઇક અજુગતી અનુભવાતા ફ્લેટ ઘસાતો હોય તેમ જણાયું હતું. જેથી અમે જીવ બચાવીને ભાગ્યા હતા. એક પરિવાર તો તેમને નિંદ્રાધીન પુત્રને ખેંચીને સીધા જ બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો --- Bhavnagar : ઉમરાળાનાં લંગાળા ગામે ખેડૂતો મંડળીનાં વહીવટથી પરેશાન, પ્રમુખ સહિત હોદ્દેદારોની મનમાની

Tags :
areaBuildingCollapsedrillingduringGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsOLDrenovationsamtaVadodaraWork
Next Article