ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : તાજીયા વિસર્જન વેળાએ યુવક તળાવમાં ડૂબ્યો, વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ

VADODARA : વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લવાયા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે
01:07 PM Jul 06, 2025 IST | PARTH PANDYA
VADODARA : વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લવાયા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે

VADODARA : આજે વડોદરા (VADODARA) ના વારસિયામાં આવેલા સરસિયા તળાવ (SARASIYA TALAV) માં તાજીયા વિસર્જન (TAJIYA VISARJAN) ટાણે યુવક ડૂબ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તે બાદ ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેહોશ હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.  માહિર મન્સૂરી નામનો યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ તાજીયા વિસર્જન કરવા માટે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકને તળાવમાંથી રેસ્ક્યૂ કરીને તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો હતો. હાલ તેને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. યુવકને બચાવવા માટે તંત્રએ અંતિમ ઘડી સુધઘી પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સીપીઆરનો તેના શરીર તરફથી કોઇ રિસ્પોન્સ ના મળ્યો

આજે તાજીયા વિસર્જનનો દિવસ છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી તાજીયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે. તાજીયા વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડી બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. આજે સવારે વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેભાન હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. યુવકનું રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું હતું. જો કે, આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઇ રિસ્પોન્સ ના મળ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બાદમાં યુવકને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

આ છોકરમતમાં થયેલી ઘટના છે

તાજીયા કમિટીના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. પરંતુ તેમને એક ઓવારા પરથી ભગાડીએ તો બીજા ઓવારેથી તળાવમાં પ્રવેશી જાય છે. આ છોકરમતમાં થયેલી ઘટના છે. અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. તળાવ બહાર પોલીસ અને તળાવામાં ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હતા.

આ પણ વાંચો ---- Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

Tags :
boyduringfallGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHospitalinpondrescuedsarasiyasentTajiyatoVadodaraVISARJANyoung
Next Article