Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલીમાં ગેરકાયદેસર માટી ઉલેચતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી

VADODARA : પ્રાથમિક માહિતી મળી કે, માટી ઉલેચનાર જમીનનો જે સરવે નંબર જણાવે છે, તેની જગ્યાએ બીજેથી માટી ઉલેચાઇ રહી છે.
vadodara   સાવલીમાં ગેરકાયદેસર માટી ઉલેચતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી
Advertisement
  • સાવલીમાં માટી ઉલેચવાનું કૌભાંડ ઝડપાયું
  • સ્થાનિકે જાણ કરતા મામલતદાર દોડી આવ્યા
  • કામગીરી અટકાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) માં ગેરકાયદેસર માટી ઉલેચનારા (ILLEGAL MINING) તત્વો વિરૂદ્ધ તંત્રએ કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર માટી ઉલેચવા અંગે સ્થાનિકને જાણ થતા તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. અને કામ રોકવા માટે જણાવ્યું હતું. જો કે, તે બાદ પણ કામ રોકવામાં નહીં આવતા આખરે સ્થાનિકો મામલતદારને જાણ કરી હતી. તે બાદ મામલતદારે આવીને કામ રોકાવ્યું હતું, અને આ કૃત્યને અંજામ આપનારાઓ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યમાં હજી પણ ગેરકાયદેસર ખનન કરનારા તત્વો પર લગામ કસવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની પ્રતિતિ આ ઘટના કરાવી રહી છે.

સ્થાનિકને અવગણીને કામગીરી ચાલુ રાખવામાં આવી

વડોદરા ગ્રામ્યમાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોએ માઝા મુકી છે. અનેક ધારાસભ્યો આ અંગે અવાજ ઉઠાવી ચુક્યા છે. છતાં તેના પર લગામ કસવામાં તંત્રને સફળતા મળી નથી. તાજેતરમાં સાવલીમાં જગ્યામાંથી માટી ઉલેચવામાં આવતી હતી. આ અંગે સ્થાનિકને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિકને અવગણીને કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આખરે મામલતદારને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા, અને કામ રોકાવ્યું હતું. પ્રાથમિક માહિતી મળી કે, માટી ઉલેચનાર જમીનનો જે સરવે નંબર જણાવે છે, તેની જગ્યાએ બીજા સરવે નંબરમાંથી માટી ઉલેચાઇ રહી છે.

Advertisement

અમને કંઇ બતાવ્યું નથી

સ્થાનિક વિજય જશભાઇ પટેલના આરોપ અનુસાર, સાવલીમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સરવે નં 56 માં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. મારા ના કહેવા છતાં ખોદકામ રોકવામાં આવ્યું નથી. પાકનું ધોવાણ અટકાવવા માટે ના પાડવામાં આવી હતી. છતાં મારી ઉપરવટ જઇને ખોદકામ કર્યું છે. મામલતદારને રજુઆત બાદ તેઓ જાતે આવ્યા હતા. અને કામ રોકવામાં આવ્યું છે. તેઓ સરવે નં 92 માં કામ કરવાની મંજુરી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ આ 92 નંબર મુજબની જમીન નથી. આ સરવે નંબર અંદાજીત ટીડીઓમાં આવે છે. ખોદકામ અંગે આગળથી મંજુરી મેળવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. પરંતુ અમને કંઇ બતાવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વાઘોડિયાના ધારાસભ્ય વિજ કર્મીઓ પર બગડ્યા, કહ્યું, 'છેલ્લી વોર્નિંગ આપું છું'

Tags :
Advertisement

.

×